ટીમ ઇન્ડિયાના આ ઘાતક ખેલાડી પર ગુસ્સે થયો ગાવસ્કર, કહી દીધી એવી વાત કે…
ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ રમી રહી છે. પ્રથમ બે મેચ પૂર્ણ થયા બાદ બંને ટીમો 1-1 ની બરાબરીથી ચાલી રહી છે. કેપટાઉનમાં હાલમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓએ સારું પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં કેટલાક ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા હતા. તેઓ પોતાના ખરાબ પ્રદર્શનના કારણે મેચ પર ટકી શક્યા નહીં. આવી સ્થિતિમાં આફ્રિકન ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કરીને વિજય મેળવ્યો હતો.
ટીમ ઇન્ડિયાના એક ખેલાડીની વાત કરીએ તો તે ખેલાડી દરેક મેચમાં વિલન બની રહ્યો છે. હવે તેના માટે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન રહેશે નહીં. આ ખેલાડીના ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાને ઘણું નુકસાન થઇ રહ્યું છે. મોટા ભાગના લોકો ઇચ્છે છે કે હવે તેને હવે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવે. સુનિલ ગવાસ્કરે પણ આ ખેલાડી પર આકરા પ્રહારો કર્યા છે.
કેપટાઉનમાં સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં મયંક અગ્રવાલનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. ટીમ ઇન્ડિયા પ્રથમ દાવમાં 223 રનમાં ઓલ-આઉટ થઇ ગઇ હતી. મયંકને કારણે મિડલ ઓર્ડર પર દબાણ આવી ગયું હતું. રોહિત શર્માના સ્થાને મયંક અગ્રવાલને સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં તક આપવામાં આવી હતી. પરંતુ તે તકનો લાભ ઉઠાવી શક્યો નહીં અને સતત નિષ્ફળ સાબિત થયો છે.
કેપટાઉનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં મયંક અગ્રવાલ 15 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે તેના પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે જ્યારે બોલ બેટની વચ્ચે અથડાતો હોય ત્યારે અગ્રવાલ ખૂબ જ સારી રીતે રમે છે. પરંતુ જ્યારે બોલ સ્વિંગ થાય છે ત્યારે તેના બેટની ઝડપ તેને મુશ્કેલીમાં મુકે છે.
સુનિલ ગાવસ્કરે વધુમાં જણાવ્યું કે જ્યારે તમે ટેસ્ટ ક્રિકેટમાં રમતા હોય ત્યારે તમારા મનમાં એવું ન હોવું જોઇએ કે અત્યારે વનડે અથવા ટી 20 ક્રિકેટ ચાલી રહી છે. ટેસ્ટ ક્રિકેટમાં બોલ છોડવો એ પણ એક પાસું છે. પ્રથમ કલાકમાં બોલને શક્ય તેટલો છોડવો જોઇએ. મયંક અગ્રવાલ ઓફ સ્ટમ્પની બહારના દડાઓ પર શોર્ટ રમવાથી પીછેહઠ કરતો નથી. તેથી જ ઘણી વખત તે બેટની ધારના લીધે પાછળ આઉટ થઇ જાય છે. આ ભુલ મયંકને સુધારવાની જરૂર છે.