ગાવસ્કરે ત્રીજી ટેસ્ટ માટે પસંદ કરી પ્લેઇંગ ઇલેવન, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ત્રણ ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરીઝમાં બંને ટીમો હાલ 1-1 ની બરાબરીથી ચાલી રહી છે. ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમો માટે અગત્યની રહેશે. 11 જાન્યુઆરીએ કેપટાઉન ખાતે ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત થશે. ત્રીજી ટેસ્ટ મેચ જીતનારી ટીમ આ સિરીઝ પર કબજો કરશે. આ ટેસ્ટ મેચ જીતવા માટે બંને ટીમો ભરપૂર પ્રયાસ કરશે.
બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ઉપસ્થિત ન હોવાને કારણે તેના સ્થાને કે એલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્રીજી અને છેલ્લી મેચ જીતવામાં ભારતીય ટીમ સફળ રહેશે તો 29 વર્ષ બાદ આફ્રિકા ધરતી પર સિરીઝ જીતવાનો રેકોર્ડ બનાવી શકે છે. મેચ જીતવા માટે બોલરો અને બેટ્સમેનોએ સખત મહેનત કરવી પડશે.
આ દરમિયાન ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે ત્રીજી ટેસ્ટ મેચ માટે પોતાની પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી છે. ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની વાપસી થશે તો તેના સ્થાને કોઇ એક ખેલાડીની હાકલપટ્ટી કરવામાં આવશે તે નિશ્ચિત છે. આ બાબતે લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. આવામાં સુનિલ ગાવસ્કરે તેનો જવાબ પણ આપ્યો છે. તો ચાલો જોઇએ સુનિલની પ્લેઇંગ ઇલેવનમાં કોને સ્થાન મળ્યું અને કોનું પત્તું કપાયું.
ગાવસ્કરે કહ્યું કે ભારતીય ઓપનિંગ જોડીમાં કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ શ્રેષ્ઠ ખેલાડીઓ છે. આ બંનેએ પ્રથમ ટેસ્ટ મેચમાં પણ જબરદસ્ત પ્રદર્શન કરીને ભારતને જીત તરફ આગળ લઇ ગયા હતા. ચેતેશ્વર પુજારાને નંબર ત્રણ પર સ્થાન આપ્યું છે. પુજારાએ છેલ્લી મેચમાં અડધી સદી ફટકારીને લોકોના દિલ ફરી વાર જીતી લીધા છે. આ ખેલાડીને તક મળવી જરૂરી છે.
વિરાટ કોહલી નંબર ચાર પર ઉતરશે તે નિશ્ચિત છે. અજિંક્ય રહાણે છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શનમાં ચાલી રહ્યો છે. પરંતુ તેના અનુભવના આધારે તેને અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં સ્થાન આપવું જરૂરી બન્યું છે. ભારતના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત નંબર સાત પર ઉતરીને મિડલ ઓર્ડરની જવાબદારી સંભાળશે.
ભારતના સિનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને શાર્દુલ ઠાકુર ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવતા જોવા મળશે. ત્યારબાદ ફાસ્ટ બોલરની વાત કરીએ તો મોહમ્મદ શમી, બુમરાહ અને ઉમેશ યાદવ ટીમમાં જોવા મળશે. મોહમ્મદ સિરાજ બીજી ટેસ્ટ મેચમાં ઇજાને કારણે બહાર થયો હતો. તે ફીટ ન હોવાને કારણે આ મેચમાં જોવા મળશે નહીં. તેના સ્થાને ઉમેશ યાદવ ફાસ્ટ બોલર તરીકે જોવા મળશે.