ગાવસ્કરે વિરાટ કોહલીને નહીં પરંતુ આ ઘાતક ખેલાડીને નંબર 3 પર બેટિંગ કરવા માટે ગણાવ્યો સૌથી મોટો દાવેદાર…

તાજેતરમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સિરીઝ પૂર્ણ થઇ છે. જેમાં ભારતીય ટીમે જબરદસ્ત વિજય પ્રાપ્ત કર્યો છે. આ સિરીઝ બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે 24 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. જેને લઇને બીસીસીઆઇ દ્વારા આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.

ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ એક પણ ફોર્મેટનો કેપ્ટન રહ્યો નથી. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેના બેટથી રન નીકળી રહ્યા નથી. છેલ્લા બે વર્ષમાં તેણે એક પણ સદી ફટકારી નથી. આવી સ્થિતિમાં તે ટીમ ઇન્ડિયા માટે માથાનો દુ:ખાવો બની રહ્યો છે.

ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે સતત ફ્લોપ સાબિત થઇ રહેલા વિરાટ કોહલીને મોટો ઝટકો આપ્યો છે. સુનિલ ગાવસ્કરે વિરાટ કોહલીને નહીં પરંતુ આ બેટ્સમેનને ટીમ ઇન્ડિયા માટે ત્રણ નંબર પર બેટિંગ કરવાનો મોટો દાવેદાર ગણાવ્યો છે. છેલ્લા ઘણા સમયથી તે ઘાતક બેટિંગ કરી રહ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

સુનિલ ગાવસ્કરનું માનવું છે કે સૂર્યકુમાર યાદવ ટીમ ઇન્ડિયા માટે નંબર ત્રણ પર બેટિંગ કરવા સૌથી બેસ્ટ બેટ્સમેન છે. સૂર્યકુમાર યાદવમાં ઇનિંગ સાંભળવાની ક્ષમતા રહેલી છે. તે લાંબી ઇનિંગ્સ રમવા માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી તે જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે અને વધુ સ્ટ્રાઇક રેટથી રન બનાવી રહ્યો છે.

સુનિલ ગાવસ્કરે જણાવ્યું કે સૂર્યકુમાર યાદવ નંબર ત્રણ પર કોહલીના સ્થાને રમી શકે છે. વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી આ સ્થાન પર નિષ્ફળ જઇ રહ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 મેચમાં સૂર્યકુમાર યાદવે જે રીતે બેટિંગ કરી છે તે પરથી કહી શકાય કે તે મહાન ફિનીશર બનવાની ક્ષમતા પણ ધરાવે છે. આ ઉપરાંત તેણે મેન ઓફ ધ સિરિઝનો ખિતાબ પણ જીત્યો છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ ઐયરે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આ બંને ખેલાડીઓએ ભારતનો મિડલ ઓર્ડર સારી રીતે સંભાળ્યો હતો. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવને ઉપલા ક્રમ પર તક આપવામાં આવે તો તે સફળ સાબિત થઇ શકે છે અને ભારતીય ટીમને આગામી સમયમાં ખૂબ જ લાભ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *