રોહિત-કોહલી વચ્ચેના વિવાદ પર ગાવસ્કરે આપ્યું મોટું નિવેદન, કહ્યું કે…

છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાં ખળભળાટ મચી ગયો છે. ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને બીસીસીઆઇ વચ્ચે પહેલા વાદવિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ ખતમ લેવાનું નામ લઇ રહ્યો નહોતો, તેવામાં ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે વાદવિવાદ શરૂ થયો છે. ભારતીય કેપ્ટનશીપને લઇને આ વાદવિવાદ થયો છે.

ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટમાં કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ બીસીસીઆઇ દ્વારા તેને વન-ડે ફોર્મેટના કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો હતો. વિરાટ કોહલી વન-ડે ફોર્મેટમાં કેપ્ટનશીપ કરવા ઇચ્છતો હતો. પરંતુ બીસીસીઆઇ દ્વારા તેને હટાવવામાં આવ્યો. હાલમાં તેણે ટેસ્ટ કેપ્ટનશિપ પણ છોડી દીધી છે.

હાલમાં વિરાટ કોહલી ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન રહ્યો નથી. તાજેતરમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઇ રહી છે. જેમાં રોહિત શર્માની કેપ્ટન હેઠળ વિરાટ કોહલી રમી રહ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી કેપ્ટનશીપના વાદવિવાદ પર પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે મોટો ખુલાસો કર્યો છે.

સુનિલ ગાવસ્કરે આ વાદવિવાદ પર કહ્યું છે કે રોહિત શર્માને વિરાટ કોહલીનું સમર્થન શા કારણે નહીં મળે. વિરાટ કોહલી ભારત માટે રમી રહ્યો છે. વિરાટ કોહલી રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ સારું રમશે નહીં, એવું ક્યારેય બનશે નહીં. વધુમાં તેણે કહ્યું કે અવારનવાર એવી અટકળો લગાવવામાં આવે છે કે વિરાટ કોહલી હવે ટીમમાં ખેલાડી રહ્યો છે તે નવા કેપ્ટનને સફળ થવા દેશે નહીં.

ગાવસ્કરે વધુમાં જણાવ્યું કે, વિરાટ કોહલી નહીં પરંતુ કોઇ પણ ખેલાડી જ્યારે રન નહીં બનાવે અથવા તો વિકેટ નહીં લે તો તેને ટીમમાંથી બહાર રાખવામાં આવશે. એવું નથી કે વિરાટ કોહલી રન નહીઁ બનાવે તો તેના પર કોઇ એક્શન લેવામાં નહીં આવે. વિરાટ કોહલીને પણ બહાર કાઢવામાં આવી શકે છે.

ગાવસ્કરે કહ્યું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું છે. તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે અણબનાવની અટકળોને નકારી કાઢી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં વિરાટ કોહલીએ ફક્ત 8 રન બનાવ્યા હોવાથી આવી અટકળો ચાલી રહી હતી. પરંતુ ગાવસ્કરે આ વાતનો પણ ખુલાસો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *