ગાવસ્કરે કેપ્ટન રોહિતને આપી સલાહ, જો ટી-20 વર્લ્ડકપ જીતવો હોય તો આ ખેલાડીને આપો તક…

ભારતીય ટીમમાં રમવાનું દરેક ખેલાડીનું સપનું હોય છે. ટીમમાં સ્થાન મળ્યા પછી પણ તેને જાળવી રાખવું એટલું જ મુશ્કેલ છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં મોટી ફેરબદલી જોવા મળી રહી છે. મહેન્દ્રસિંહ ધોનીના ગયા પછી ભારતીય ટીમમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. સિનિયર ખેલાડીઓને ખરાબ ફોર્મના કારણે બહાર રાખવામાં આવી રહ્યા છે.

ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ તાજેતરમાં ત્રણેય ફોર્મેટમાં રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા કેપ્ટન બન્યા બાદ ભારતીય ટીમને એક પણ મેચ હારવા દીધી નથી. તેની કેપ્ટનશીપ કારકિર્દીની સફર ખુબ જ સફળતા પૂર્વક ચાલી રહી છે. આ ઉપરાંત ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરીને આગામી ટી-20 વર્લ્ડકપની જોરદાર તૈયારી કરી રહ્યો છે.

ભારતના દિગ્ગજ પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે વર્લ્ડકપ જીતવા માટે ઘણી બધી મહત્વની વાતો કરી છે. તેણે રોહિત શર્માએ જણાવ્યું છે કે જો તમારે આગામી ટી-20 વર્લ્ડકપ જીતવો હોય તો આ ઘાતક ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવાનું શરૂ કરવું પડશે. તે ટીમ માટે મહત્વનો સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે સુનિલ ગાવસ્કરના મતે ઋતુરાજ ગાયકવાડને ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવું જરૂરી છે. આ ખેલાડી લાંબી ઇનિંગ રમી શકે છે અને ભારતીય ટીમ તરફથી ઓપનિંગ કરીને મોટો સ્કોર બનાવી શકે છે. જો તમે આગામી વર્લ્ડકપની તૈયારી કરી રહ્યા હોય તો આવા ખેલાડીને તક મળવી જરૂરી છે.

ઋતુરાજ ગાયકવાડ છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે આઇપીએલમાં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આઇપીએલ 2021માં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ પોતાને નામે કરી હતી. આ ઉપરાંત ચેન્નઇ સુપરકિંગ્સને ટ્રોફી જીતાડવામાં આ ખેલાડીનો મહત્વનો ફાળો રહ્યો હતો. ભારતીય ટીમ તરફથી ઓપનિંગ કરીને આ ખેલાડી રોહિત શર્માનો સાથ આપી શકે છે.

ઋતુરાજ ગાયકવાડે આઇપીએલ ઉપરાંત વિજય હજારે ટ્રોફીમાં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેણે આ ટુર્નામેન્ટમાં ચાર સદી ફટકારીને વિશ્વમાં ડંકો વગાડ્યો હતો. શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં તેને સામેલ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો તેને તક આપવામાં આવશે તો તે જબરદસ્ત દેખાવ કરી શકે છે અને ટીમ ઇન્ડિયામાં કાયમી જગ્યા પણ બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *