ગૌતમ ગંભીરનું મોટું નિવેદન, કહ્યું – રહાણેને બહાર કરી આ ખેલાડીને સ્થાન આપો…
હાલમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. ભારતીય આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય વિજય મેળવ્યો છે. હાલમાં જોહાનિસર્ગમાં બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વનડે સિરીઝનો પ્રારંભ થશે.
બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા વિરાટ કોહલી ફિટનેસની સમસ્યાને કારણે બહાર થયો હતો. તેના સ્થાને કેએલ રાહુલને કેપ્ટન અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ પહેલા પણ ભારતના દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ બહાર થયા હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે.
પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરે બીજી ટેસ્ટ મેચમાં આપેલા કેટલાક અગત્યના નિવેદનો સામે આવ્યા છે. તેણે જણાવ્યું કે અજિંક્ય રહાણેને આગામી ટેસ્ટ મેચમાંથી બહાર રાખવો જોઇએ. તે શરૂઆતમાં આઉટ થઇને મિડલ ઓર્ડર વેરવિખેર કરે છે. છેલ્લા ઘણા સમયથી આ ખેલાડી સતત નિષ્ફળ જઇ રહ્યો છે.
વિરાટ કોહલી ઇજાને કારણે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થયો હતો. જો વિરાટ કોહલી ફીટ થાય તો પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થઇ શકે છે. પરંતુ તેના સ્થાને આવેલો હનુમાન વિહારી પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. હનુમાન વિહારીએ બીજી ઇનિંગમાં નોટઆઉટ રહીને 40 રન બનાવ્યા છે અને સારી ઈનીંગ રમીને સ્કોરને 266 સુધી પહોંચાડ્યો હતો.
ગંભીરે વધુમાં જણાવ્યું કે જો વિરાટ કોહલી ફિટ થાય તો રહાણેને બહાર રાખવો જોઇએ. હનુમાન વિહારી હાલમાં સારા પ્રદર્શનમાં ચાલી રહ્યો છે. તો વિહારીને વધુ તક મળવી જોઇએ. ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી પરત ફરશે તો એક બેટ્સમેનને બહાર બેસવું પડશે. આવી સ્થિતિમાં રાહુલ દ્રવિડ માટે નિર્ણય કરવો સરળ રહેશે નહીં.
ગંભીરના મતે હનુમાન વિહારી ભારતીય ટીમમાં હાલમાં સેટ થઇ ચૂક્યો છે. આવી સ્થિતિમાં તેને ફરીથી બહાર કાઢી શકાય નહીં. વિરાટ કોહલીની વાપસી થતા અજિંક્ય રહાણે બહાર થઇ શકે છે. ભારતીય ટીમ આ સિરીઝ જીતીને ઇતિહાસ રચવા પ્રયત્ન કરશે.