ગૌતમ ગંભીરે કહ્યું- કોહલી કે રોહિત નહિ પરંતુ આ પાકિસ્તાની ખેલાડી વર્લ્ડ કપમાં બનાવશે સૌથી વધુ રન…
વિશ્વની તમામ ટીમો અત્યારથી જ આગામી વર્લ્ડકપની તૈયારીઓ કરી રહી છે. ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ રમી રહી છે. આ સિરીઝ 27 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થવાની છે. ત્યારબાદ વર્લ્ડ કપ 2023ની વોર્મઅપ મેચો શરૂ થશે. તમામ દેશની ટીમો ટૂંક સમયમાં જ ભારતીય ટીમના ઘર આંગણે રમતી જોવા મળશે. આ ઉપરાંત હાલમાં ગૌતમ ગંભીરે એક મહત્વનું નિવેદન આપ્યું છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં વિશ્વની દરેક પીચ પર ઘણા રન બનાવી ચૂક્યા છે. ઘર આંગણે તેઓ ઘણા મોટા રેકોર્ડ બનાવી ચૂક્યા છે. આ વર્લ્ડકપમાં તેઓ ખૂબ જ મહત્વના રહે તેમ છે. તેઓ ઘણા રન બનાવતા જોવા મળશે પરંતુ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર દ્વારા હાલમાં તે બંને ખેલાડીઓ વિશે એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.
ગૌતમ ગંભીરે તાજેતરમાં જણાવ્યું છે કે આવનારા વર્લ્ડ કપમાં કોહલી કે રોહિત નહિ પરંતુ આ પાકિસ્તાનને ખેલાડી સૌથી વધુ રન બનાવતો જોવા મળશે. આ ઉપરાંત તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ બની શકે છે. તે હાલમાં જબરદસ્ત બેટિંગ કરી રહ્યો છે. આ ઉપરાંત તેની પાસે હજુ ઘણો સમય છે. આવી સ્થિતિમાં તે રોહિત કોહલી અને વિલિયમસન જેવા ખેલાડીઓને પાછળ રાખશે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે ગૌતમ ગંભીરે તાજેતરમાં બાબર આઝમ વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું છે કે બાબર આઝમ આ વર્લ્ડ કપમાં ધૂમ મચાવતો જોવા મળશે. હાલમાં તે વન ડે ફોર્મેટમાં નંબર વન બેટ્સમેન છે. તેણે 108 મેચોમાં અત્યાર સુધી 5409 રન બનાવ્યા છે. જેમાં તેણે 19 સદી ફટકારી છે. આ વર્ષે તેને બે સદી ફટકારી છે. છેલ્લા ઘણા સમયથી તેની રમતમાં સતત સુધારો જોવા મળ્યો છે.
ગંભીરે આગાહી કરતા જણાવ્યું છે કે કોહલી અને રોહિત કરતાં બાબર આઝમ વધુ રન બનાવશે. અત્યારથી જ તેની પાસે તૈયારીઓ કરવાનો પણ સમય છે. બીજી તરફ ભારતીય ખેલાડીઓ આરામ કરી રહ્યા છે. આ ઉપરાંત ગંભીરે અન્ય ઘણા નિવેદનો પણ આપ્યા છે. હવે વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં હોમો મેચો પણ રમાવાની છે. તેમાં આ તમામ ખેલાડીઓ ભારતીય પીચો પર અનુભવ મેળવશે.