ગૌતમ ગંભીરે પસંદ કરી બેસ્ટ પ્લેઇંગ ઇલેવન…
ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકા પ્રવાસ પર છે. જ્યાં ભારતીય ટીમ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં સાઉથ આફ્રિકાનો સામનો કરી રહી છે. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે. પરંતુ ભારતીય ટીમની નજર બીજી ટેસ્ટ મેચ પર છે. ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ જીતીને આ સિરીઝ પોતાના નામે કરવા માંગે છે કારણ કે અત્યાર સુધીમાં ભારતીય ટીમ એક પણ ટેસ્ટ સિરીઝ સાઉથ આફ્રિકાની ધરતી પર જીતી શકી નથી.
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર તેની શાનદાર બેટિંગ માટે જાણીતો હતો. પરંતુ હાલમાં ગૌતમ ગંભીર કોમેન્ટેટરની ભૂમિકા નિભાવી રહ્યો છે. તાજેતરમાં જ ગંભીરે ભારતની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન વિશે ખુલાસો કર્યો છે. ગૌતમ ગંભીરની આ પ્લેઇંગ ઇલેવનમાં તેણે એક કરતાં વધારે અદભુત ખેલાડીઓને સામેલ કર્યા છે.
ગૌતમ ગંભીરે પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરને પોતાની ટીમમાં ઓપનર તરીકે પસંદ કર્યા છે. જ્યારે તેના સાથી ખેલાડી તરીકે વીરેન્દ્ર સહેવાગની પસંદગી કરી છે. આ બંનેને વિશ્વમાં સૌથી સફળ ઓપનર માનવામાં આવે છે. આ ઉપરાંત ત્રીજા નંબર પર વિશ્વના સૌથી ખતરનાક બેટ્સમેન રાહુલ દ્રવિડને સ્થાન આપ્યું છે. સચિન તેંડુલકરને ચાર નંબર પર જગ્યા આપવામાં આવી છે.
ગંભીરે તેની પ્લેઇંગ ઇલેવનમાં વિરાટ કોહલીને નંબર પાંચ પર સ્થાન આપ્યું છે. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવને નંબર છ પર ઓલરાઉન્ડર તરીકે સ્થાન આપ્યું છે. ભારતને વર્લ્ડકપ જીતાડવામાં ઓલરાઉન્ડર ખેલાડી કપિલ દેવનો ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. તેના સમયે આ ખેલાડી વિશ્વમાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડ તરીકે જાણીતા થયા હતા.
ગૌતમ ગંભીરે તેની પ્લેઇંગ ઇલેવનમાં મહેન્દ્રસિંહ ધોનીને સાત નંબર પર વિકેટકીપર તરીકેની જવાબદારી સોંપી છે. આ સિવાય હરભજન સિંહને આઠ નંબર પર સ્પિનર તરીકે પસંદ કર્યો છે. ગૌતમ ગંભીરે અનિલ કુંબલેને નવ નંબર પર સ્પિનર તરીકે સ્થાન આપ્યું છે. આ ઉપરાંત ગંભીરે તેને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપી છે.
ગૌતમ ગંભીરે તેની પ્લેઇંગ ઇલેવનમાં ફાસ્ટ બોલર તરીકે ઝહીર ખાન અને જવગલ શ્રીનાથને પસંદ કર્યા છે. ગૌતમ ગંભીરે આ પ્લેઇંગ ઇલેવનમાં ધોનીને નહીં પરંતુ અનિલ કુંબલેને કેપ્ટન બનાવ્યો છે. અનિલ કુંબલે પણ તે સમયનો વિશ્વનો સૌથી ખતરનાક ખેલાડી ગણાતો હતો. આ ખેલાડીએ ભારતને ઘણી મેચો જિતાડી હતી.