દોસ્ત માંથી દુશ્મન બન્યા આ બે દિગ્ગજ ભારતીય ખેલાડીઓ, એકબીજા માટે બની ગયા હતા જાની દુશ્મન…

દરેક ખેલાડીને ભારતીય ટીમમાંથી રમવાનું સપનું હોય છે. દર વર્ષે ઘણા યુવા ખેલાડીઓ આઇપીએલ અને ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાંથી ભારતીય ટીમમાં પ્રવેશ કરતા હોય છે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓ ટીમમાંથી બહાર થતા હોય છે. ભારતે અત્યાર સુધીમાં બે વિશ્વકપ પોતાના નામે કર્યા છે. ભારતીય ટીમમાં ઘણી મજબૂતાઇ રહેલી છે.

ભારતીય ક્રિકેટમાં કેટલાક એવા મોટા સ્ટાર ક્રિકેટર રહ્યા છે કે જે પોતાની ટીમને હંમેશાં એક જૂથમાં રાખવા ઇચ્છતા હોય છે. ડ્રેસિંગ રૂમમાં પણ શાંતિનો માહોલ જળવાઇ રહે તેવા પ્રયત્નો થતા હોય છે. ભારતીય કોચ અને ખેલાડીઓ વચ્ચે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલ જોવા મળતો હોય છે. વિદેશી પ્રવાસમાં પણ ભારતીય ખેલાડીઓ વચ્ચે સહયોગ જોવા મળે છે.

ભારતીય ટીમમાં કેટલાક એવા મોટા સ્ટાર્સ છે કે જે પહેલા ઘણા સારા મિત્રો હતા પરંતુ એક વિવાદને કારણે તેમના સંબંધોમાં તિરાડ પડી ગઇ છે. કેટલાક એવા ક્રિકેટર છે જેમની વચ્ચે પહેલા મિત્રતાના સુંદર સંબંધ હતા. પરંતુ સમય બદલાતાની સાથે મિત્રમાંથી દુશ્મન બની ગયા છે. વાદવિવાદને કારણે તેમની વચ્ચે કડવાશ આવી ગઇ છે.

ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ 2009માં કોલકાતામાં શ્રીલંકા સામે તેની પ્રથમ વનડે સદી ફટકારી હતી. ત્યારે ગૌતમ ગંભીરે પણ તે મેચમાં 150 રન બનાવ્યા હતા. ગંભીરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે બધાની સામે આ એવોર્ડ વિરાટ કોહલીને આપ્યો હતો. આ સમયે ગંભીર અને કોહલી બંને સારા મિત્રો હતા. ગંભીર અને કોહલી એકબીજા માટે ખૂબ માન ધરાવતા હતા.

આઇપીએલ 2013ની એક મેચ પછી આ બંનેની મિત્રતા સમાપ્ત થઇ ગઇ હતી. ત્યારે આ બન્ને ખેલાડીઓ હજારો લોકોની સામે એકબીજા સાથે ટકરાયા હતા. વિરાટ કોહલી આઉટ થયો ત્યારે બધાની સામે ગાળો બોલતો હતો. ત્યારે ગંભીરે તેની સામે સવાલો ઉઠાવ્યા અને આ બધું કેમેરામાં કેદ થઇ ગયું. આ ઘટના બાદ બંને ખેલાડીઓ વચ્ચેના સંબંધો સામાન્ય રહ્યા નહોતા.

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ત્યાર પછી આજ સુધી સંબંધો સારા નથી. આ બંને ખેલાડીઓ વચ્ચે શરૂ મેચમાં પણ ઘણીવાર ટક્કર જોવા મળતી હતી અને ડ્રેસિંગ રૂમમાં પણ શાંતિનો ભંગ થતો હતો. આવી સ્થિતિમાં એવું કહી શકાય કે આ બન્ને ખેલાડીઓ એકબીજા માટે જાની દુશ્મન બની ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *