આ કારણોસર આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રેયસ ઐયરને નહીં મળે સ્થાન…
હાલમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ત્યાં ભારતીય ટીમ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ અને આટલી જ મેચની વન-ડે સિરીઝ રમવાની છે. આ ઉપરાંત ભારતીય ટીમ ચાર મેચોની ટી 20 સિરિઝ પણ રમાવાની હતી. પરંતુ કોરોનાવાયરસના કારણે આ પ્રવાસ ટૂંકાવવામાં આવ્યો છે. આ ચાર મેચોની ટી 20 સિરીઝ પછી રમાશે.
ભારતીય ટીમ માટે આ ટેસ્ટ સીરીઝ જીતવી ખૂબ મહત્વની છે. કારણ કે આ પહેલા ભારત આફ્રિકા ધરતી પર એક પણ ટેસ્ટ સિરીઝ જીત્યું નથી. આવા સંજોગોમાં શરૂઆતથી જ દબાણ બનાવવા મજબૂત પ્લેઇંગ ઇલેવન તૈયાર કરશે. 26 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગે સેન્ચુરિયન ખાતે પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થશે.
આ ટેસ્ટ સીરીઝમાં સિલેક્ટરોએ ઘણા યુવાનો પર ભરોસો વ્યક્ત કર્યો છે જેમાં શ્રેયસ ઐયરનું નામ પણ સામેલ છે. શ્રેયસ ઐયરે પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં કરી હતી. તેણે પોતાની ડેબ્યુ ટેસ્ટની પહેલી ઇનિંગમાં સદી અને બીજી ઇનિંગમાં હાફ સેન્ચ્યુરી લગાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના આ શાનદાર પ્રદર્શનને જોતાં તેને આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં પણ પસંદ કરવામાં આવ્યો છે.
શ્રેયસ ઐયરને આફ્રિકા સામેની સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે પરંતુ આવા કારણોસર શ્રેયસ ઐયરને પહેલી ટેસ્ટ મેચમાં કદાચ જગ્યા ન મળી શકે. પહેલાં જણાવ્યું તેમ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તેણે ડેબ્યૂ કર્યું હતું. આ ખેલાડી પાસે વ્હાઇટ બોલ ક્રિકેટનો અનુભવ વધારે છે. પરંતુ વિદેશમાં લાલ બોલ ક્રિકેટનો અનુભવ નથી. આવી સ્થિતિમાં કદાચ ઓછા અનુભવના કારણે આ ખેલાડીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લઇ શકાય છે.
રિપોર્ટ મુજબ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ઘણા સિનિયર ખેલાડીઓ માટે છેલ્લી તક હોઇ શકે છે. વાત કરીએ અજિંક્ય રહાણેની તો આ ખેલાડી માટે આ સિરીઝ છેલ્લી તક હોઇ શકે છે. તેથી રહાણેને તક મળે તો ઐયરનું પત્તું કપાઇ શકે છે. આ વર્ષે રહાણેના પ્રદર્શનની વાત કરીએ તો 12 ટેસ્ટ મેચમાં 411 રન જ બનાવી શક્યો છે. પરંતુ સિલેક્ટરો તેને છેલ્લી તક આપી શકે છે.
આ સિવાય ભારતીય ટીમનો અનુભવી ખેલાડી હનુમાન વિહારી છેલ્લી વખત ભારત માટે વર્ષની શરૂઆતમાં રમ્યો હતો. આ દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી મેચમાં ઇજા થવા છતાં પણ કલાકો સુધી મેદાનમાં રહીને ઓસ્ટ્રેલિયન બોલરોનો સામનો કર્યો હતો. તે મેચમાં તેણે 30 રન બનાવ્યા હતા. પરંતુ આવા ભરોસાપાત્ર ખેલાડીને તક આપશે તો ઐયરને સ્થાન આપવામાં આવશે નહીં.