આ કારણોસર KL રાહુલ વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાંથી થયો બહાર…

સાઉથ આફ્રિકા પ્રવાસ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રણ મેચોની વન-ડે અને ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. 6, 9 અને 11 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 3 મેચોની વન-ડે સિરીઝ રમશે. આ ઉપરાંત કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે 16, 18 અને 20 ફેબ્રુઆરીના રોજ ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમશે.

બીસીસીઆઇ દ્વારા થોડા સમય પહેલાં જ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે અને ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય કેપ્ટન રોહિત શર્માની વાપસી પણ થવાની છે. રોહિત શર્મા આવતાની સાથે જ ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ ભારત માટે ઘણો સફળ સાબિત થયો છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકા સામેની સિરીઝ દરમિયાન તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ અચાનક જ વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ વન-ડે મેચમાંથી આ ઘાતક ખેલાડી બહાર થયો છે. તો ચાલો જાણીએ કયા કારણોસર આ ખેલાડી બહાર થયો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર 6 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાનારી પ્રથમ વન-ડે મેચમાં કેએલ રાહુલ ભાગ લઇ રહ્યો નથી. કેએલ રાહુલ તેની બહેનના લગ્ન હોવાના કારણે આ મેચ રમી શકશે નહીં. પારિવારિક સમસ્યાને કારણે આ ઘાતક ખેલાડી પ્રથમ વન-ડે મેચમાં જોવા મળશે નહીં. આવા કારણોસર ભારતીય મેનેજમેન્ટ ટીમ પણ મુશ્કેલીમાં મુકાઇ છે.

આ ઉપરાંત ભારતના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આવી સ્થિતિમાં મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ 9 ફેબ્રુઆરીએ રમાનારી બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમ સાથે જોડાશે.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની સિરીઝ શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમને આ મોટો ઝટકો લાગ્યો છે. વન-ડે સિરીઝ શરૂ થાય તે પહેલાં જ અમદાવાદમાં આ તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોરોના પોઝિટિવ આવેલા તમામ ખેલાડીઓને આઇસોલેશનમાં રાખવામાં આવશે. આ ઉપરાંત સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેઓ ટીમની બહાર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *