જાણો મેગા ઓક્શન પહેલા કઇ ટીમે કયા ખેલાડીઓને કર્યા રીટેન…

આઇપીએલ 2022 મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. કેટલીક ફ્રેન્ચાઇઝીઓ દ્વારા કેટલાક ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા છે. ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ઘણા બધા દિગ્ગજ ખેલાડીઓને પણ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. તો ચાલો જોઇએ કઇ ટીમે કયા ખેલાડીઓને રીટેન કર્યા છે.

સૌથી પહેલા ડિફેન્ડિંગ ચેમ્પિયન સુપરકિંગ્સની વાત કરીએ તો તેમણે રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ ધોની, મોઇન અલી અને ઋતુરાજ ગાયકવાડને ટીમે રિટેન કર્યા છે. આ સિવાય તમામ ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજને રિટેન કર્યા છે.

ત્યારબાદ કોલકાતા નાઇટ રાઇડર્સની વાત કરીએ તો તેમણે આંદ્રે રસલ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ ઐયર અને સુનિલ નારાયણને રિટેન કર્યા છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે કેન વિલિયમ્સન, અબ્દુલ સમદ અને ઉમરાન મલિકને રિટેન કર્યા છે. આ સિવાય અન્ય ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.

પંજાબ કિંગ્સની વાત કરીએ તો તેમણે મયંક અગ્રવાલ અને અર્શદિપ સિંહને રિટેન કર્યા છે. જ્યારે ઘણા બધા દિગ્ગજ ક્રિકેટરોને પંજાબ કિંગ્સની ટીમે બહાર કરી દીધા છે. દિલ્હી કેપિટલ્સે રિષભ પંત, અક્ષર પટેલ, પૃથ્વી શો અને એનરિચ નોર્ટજેને રિટેન કર્યા છે. જ્યારે શિખર ધવન અને શ્રેયસ ઐયર જેવા દિગ્ગજ ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.

મુંબઇ ઇન્ડિયન્સે રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્ય કુમાર યાદવ અને કિરોન પોલાડને રિટેન કર્યા છે. જ્યારે હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ઇશાન કિશન જેવા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. તો હવે જોવાનું એ રહેશે કે મુંબઇની ટીમ આ ત્રણમાંથી કેટલાક ખેલાડીઓને ઓક્શનમાં ખરીદી શકશે.

રાજસ્થાન રોયલ્સની ટીમે સંજુ સેમસન, જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓને રિટેન કર્યા છે. તમામ ફ્રેન્ચાઇઝીઓએ ગઇ કાલે એટલે કે 30 નવેમ્બરના રોજ રીટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા હતા. રાશીદ ખાન, યુજવેન્દ્ર ચહલ, કે.એલ રાહુલ જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ ન કરતા હાહાકાર મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *