શિવમ દુબેએ ચૂપચાપ કરી લીધા લગ્ન, દુવાઓની તસવીરો શેર કરતા ફેન્સ ભડક્યા કહ્યું કે…

ભારતીય ક્રિકેટર શિવમ દુબેએ તેની ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે મુંબઈમાં લગ્ન કરી લીધા છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ અંગેની જાણકારી આપી હતી. તેની સાથે તેણે દુવાઓ માંગતી તસવીરો શેર કરી હતી. આ લગ્ન હિંદુ-મુસ્લિમ રીતિ રિવાજો મુજબ કરવામાં આવ્યા છે.

શિવમ દુબે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. ટીમ ઇન્ડિયા તરફથી તે એક વન-ડે અને 13 ટી-20 મેચ રમી ચૂક્યો છે. ત્યારે શિવમ દુબેએ અચાનક લગ્ન કરી સૌને ચોંકાવી દીધા છે.

શિવમ દુબેએ લગ્નની તસવીરો શેર કરતા લખ્યું કે, અમે પ્રેમથી પ્રેમ કર્યો છે. જે મહોબ્બતથી વધારે હતો અને હવે અમારી હંમેશાની જિંદગીની શરૂઆત થાય છે. જસ્ટ મેરિટ 16-07-2021.

આ લગ્ન હિન્દુ મુસ્લિમ રીતિરિવાજો મુજબ કરવામાં આવ્યા છે જેને કારણે પહેલા એકબીજાને રીંગ પહેરાવતા અને પછી શિવમ દુબે અને તેની પત્ની અંજુમ ખાન દુવાઓ માંગતા નજરે આવે છે.

શિવમ દુબેની દુવાઓ માંગતી તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. તેના પર ફેન્સ અને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ તસવીરો જોયા બાદ ફેન્સ ઘણા ગુસ્સામાં જોવા મળ્યા હતા. અમુક ફેન્સ તો એ જોઈને ગુસ્સે છે કે અંજુમ ખાને માંગમાં સિંદૂર કેમ નથી લગાવ્યું.

આ ઉપરાંત એક ફેન્સે આ કપલને નુસરત જહાં અને નિખિલ જૈન સાથે સરખાવી લીધું. જેઓએ હાલમાં જ છૂટાછેડા લીધા છે. જ્યારે એક ફેન્સે આ તસવીરો જોઈ કહ્યું તમે લગ્ન કર્યા છે કે પછી સગાઈ કઈ સમજાતું જ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *