આ હોટ એક્ટ્રેસને રિષભ પંતથી દૂર રહેવા તેના ચાહકોએ કરી અપીલ, જાણો કોણ છે આ અભિનેત્રી…
આઇપીએલ 2021માં ગઈ કાલે એટલે કે બુધવારના રોજ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે સેમિફાઇનલ-2 રમાઈ હતી. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ વિકેટે હરાવી ત્રીજી વખત ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે.
આ કામરી હાર બાદ દિલ્હી કેપિટલ્સના યુવા ખેલાડીઓ મેદાન પર રડતા નજરે આવ્યા હતા. કેપ્ટન રિષભ પંતની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા હતા. ત્યારે તેના ચાહકોએ બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને ટ્રોલ કરી તેના મિમ્સ વાયરલ કર્યા હતા.
તમને જણાવી દઈએ કે, અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેના લુક અને મોંઘા આઉટફિટને કારણે હંમેશા હેડલાઇન્સમાં રહે છે, પરંતુ આ વખતે તે ક્રિકેટર રિષભ પંતને તેના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા ચર્ચામાં આવી છે.
ઉર્વશી રૌતેલાએ રિષભને તેના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી હતી. જે બાદ રિષભ પંતના ચાહકોએ તેને ટ્રોલ કરી હતી. ઉલ્લેખનીય છે કે 4 ઓક્ટોબરના રોજ રિષભ પંતનો જન્મદિવસ હતો. તે 24 વર્ષનો થઈ ગયો છે. આ પ્રસંગે અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ટ્વિટ કરીને તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉર્વશીએ તેને જન્મદિવસના એક દિવસ બાદ શુભેચ્છાઓ પાઠવી હતી. તેણે ટ્વીટર પર શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે, ‘હેપ્પી બર્થ ડે’. ઉર્વશીના આ ટ્વિટથી ચાહકોને તેમના અફેરના સમાચાર યાદ આવ્યા હતા.
ઉર્વશીના આ ટ્વિટ બાદ તેને ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું હતું. ચાહકોએ તેને રિષભ પંતથી દૂર રહેવાની સલાહ આપી હતી. એક યુઝરે કહ્યું કે, તેણે અત્યારે રિષભને વિચલિત કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ કારણ કે ટી-20 વર્લ્ડકપ નજીક આવી રહ્યો છે. તો એક યુઝરે લખ્યું કે, કૃપા કરીને વર્લ્ડકપ પહેલા અમારા છોકરાને પરેશાન ન કરો. તો અન્ય એક યુઝરે લખ્યું કે, તમારે હાલ રિષભ પંતથી દૂર રહેવું જોઈએ.