દરેક ટીમમાં એક ગુંડો હોય છે અને ભારતીય ટીમનો ગુંડો હું છું, જાણો કોણે કહ્યું આવું…

ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારતીય ટીમનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળી રહ્યું છે. ભારતને પોતાની પહેલી બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતે એક મોટા માર્જિનથી જીત મેળવી સેમિફાઇનલ માટે પોતાની આશા જીવંત રાખી છે. તમને જણાવી દઇએ કે, હવે ભારતને સેમિફાઇનલમાં પહોંચવા માટે બીજી ટીમ પર આધાર રાખવો પડશે.

ટી 20 વર્લ્ડ કપ 2021 બાદ ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તો પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે તે વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દેશે. ત્યારે ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પણ વર્લ્ડકપ બાદ સમાપ્ત થવા જઇ રહ્યો છે. જેના કારણે ભારતને એક નવો કેપ્ટન અને કોચ મળી રહેશે.

ભારતીય ટીમના કેપ્ટન માટે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ વર્લ્ડકપ બાદ તરત જ ન્યૂઝીલેન્ડ સામે ટી 20 સિરીઝ રમવાની છે. તેથી બીસીસીઆઇ ટૂંક સમયમાં ભારતીય ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરી શકે છે. આ પહેલા ટીમના હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રી બાદ રાહુલ દ્રવિડને પસંદગી કરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, રાહુલ વન-ડે વર્લ્ડ કપ 2023 સુધી ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકેની જવાબદારી નિભાવશે. રાહુલ દ્રવિડના આવતાની સાથે જ ટીમ ઈન્ડિયાના એક ચાહકે સોશિયલ મિડિયા પર લખ્યુ હતું કે ભારતીય ટીમને એક નવો ગુંડો મળી ગયો. તો કેટલાક ચાહકોએ ધ હોલ તરીકે તેનું વેલકમ કર્યું હતું.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને લોકો ધ વોલના નામે ઓળખે છે. રાહુલ દ્રવિડને ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે. જે અંગેની જાહેરાત બીસીસીઆઇએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન કરી હતી.

રાહુલ દ્રવિડ ભારતીય ટીમ સાથે જોડતા લોકો એ સોશિયલ મીડિયા પર કહ્યું કે ભારતીય ટીમને એક નવો ગુંડો મળી ગયો. લોકોએ કહ્યું કે દરેક ટીમમાં એક ગુંડો હોય છે અને ભારતીય ટીમનો ગુંડો રાહુલ દ્રવિડ છે. તેમ કહીને લોકોએ તેનું વેલકમ કર્યું હતું. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયા માટે કેવું પ્રદર્શન કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *