વિરાટ કોહલી પણ નહીં રાખે દયા! બીજી ટેસ્ટમાંથી આ સિનિયર ખેલાડી થશે બહાર…

તાજેતરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સેન્ચુરીયનના સ્પોર્ટપાર્ક ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ હતી. જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમના તમામ ખેલાડીઓએ બન્ને ઇનિંગમાં સારું પ્રદર્શન કરીને ધમાકેદાર સ્ટાઇલમાં 113 રને જીત મેળવી છે.

ભારતે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે. સેન્ચુરીયનમાં ભારતે પ્રથમ વખત ટેસ્ટ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાના બોલરો અને બેટ્સમેનોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આફ્રિકા સામેની આ ટેસ્ટ સીરીઝમાં ભારતના યુવા ખેલાડીઓ અને જૂના અનુભવી ખેલાડીઓને તક આપવામાં આવી હતી.

ભારતીય ટીમે આ સિરીઝ 1-0 થી સરસાઇ મેળવી લીધી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ઘણા ખેલાડીઓ પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નથી. આવી સ્થિતિમાં બીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી આવા ખેલાડીઓની જગ્યાએ બેન્ચ પર બેઠેલા મજબૂત ખેલાડીઓને તક આપી શકે છે. ચાલો જાણીએ કયા ખેલાડીઓ બહાર થઇ શકે છે.

એક સમયે ટીમ ઇન્ડિયાનો મજબૂત ગણાતો ખેલાડી ચેતેશ્વર પુજારા તાજેતરમાં ખૂબ જ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તેના બેટેથી છેલ્લા ઘણા સમયથી રન નીકળી રહ્યા નથી. પુજારા ક્રિઝ પર ટકી શકતો નથી. જ્યારે તે વહેલો આઉટ થાય છે ત્યારે મિડલ ઓર્ડર દબાણમાં આવી જાય છે. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં આ ખેલાડી ખરાબ રીતે ફ્લોપ સાબિત થયો હતો.

આફ્રિકા સામેની પ્રથમ ઇનિંગમાં પૂજારાએ એક પણ રન બનાવ્યા વગર ઝીરોમાં આઉટ થયો હતો. બીજી ઇનિંગમાં પુજારા માત્ર 16 રન બનાવી શક્યો હતો. પુજારા વર્ષ 2019થી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. છતાં પણ અનુભવના કારણે કેપ્ટન અને કોચ દ્વારા તેને આ ટેસ્ટ સીરીઝમાં તક આપી હતી. પરંતુ પુજારા તકનો લાભ ઉઠાવી શક્યો નહીં.

પૂજારાના આવા ખરાબ પ્રદર્શનને જોતાં કેપ્ટન વિરાટ કોહલી તેના પર દયા દાખવશે નહીં. બીજી ટેસ્ટ મેચમાં તેને બહારનો રસ્તો બતાવી શકે છે. જ્યારે તેની જગ્યાએ શ્રેયસ ઐયરને તક મળી શકે છે. ન્યૂઝીલેન્ડ સામે શ્રેયસે સારી બેટીંગ કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આવી પરિસ્થિતિમાં તેને પૂજારાને સ્થાને તક આપવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *