હાર્દિક પંડ્યાથી પણ વધુ ઘાતક ખેલાડીની ટીમ ઇન્ડિયામાં થશે એન્ટ્રી…

ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારતીય ટીમનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. ભારતીય ટીમ સેમીફાઇનલમાં પણ સ્થાન બનાવવામાં અસફળ રહી હતી. વર્લ્ડકપમાં ભારતીય ટીમને પહેલી બંને મેચોમાં કરારી હાર મળી હતી. જે બાદ ભારતે વાપસી કરી હતી પરંતુ ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં અફઘાનિસ્તાન હારી જતા ભારત સેમીફાઇનલની રેસમાંથી બહાર થઇ ગયું હતું.

વર્લ્ડકપ બાદ ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો થાય તેવું અનુમાન પહેલેથી જ લગાવવામાં આવી રહ્યું હતું. કારણ કે ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થવા જઇ રહ્યો હતો અને ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તો પહેલેથી જ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી દીધી હતી.

ટી 20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્મા આઇપીએલ ઇતિહાસનો સૌથી સફળ કેપ્ટન છે. તેથી તેને ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કમાન સોંપવામાં આવી છે. રોહિત શર્માનો પસંદગીદાર ખેલાડી હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે.

હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી બોલિંગ કરી રહ્યો નથી અને કરે છે તો તે જૂની લયમાં જોવા મળી રહ્યો નથી. જેના કારણે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આવા સમયે વધુ એક ઘાતક ઓલરાઉન્ડરે પસંદગીકારોના દરવાજે દસ્તક દીધી છે.

બીસીસીઆઇને હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર નથી મળી રહ્યો તો બીજી તરફ એક ખેલાડી આ જગ્યા માટે સતત સામે આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે સ્ટાર ઓલરાઉન્ડર જયદેવ ઉનડકટે તાજેતરમાં એક ટ્વીટ કરીને ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારોને પોતાના વિશે યાદ અપાવવાની કોશિશ કરી હતી.

જયદેવ ઉનડકટે બીસીસીઆઇને ટેગ કર્યા વિના લખ્યું કે બીજો ઝડપી બોલર કે જે બેટિંગ પણ કરી શકે છે. તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે મોહમ્મદ સિરાજ જેવા ફાસ્ટ બોલરોને લાંબી સિક્સર મારતો જોવા મળી રહ્યો છે. ઉનડકટનો આ વિડીયો જોયા બાદ ચાહકો પણ અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો જોતા લાગી રહ્યું છે કે જલ્દી હાર્દિક પંડ્યાનું સ્થાન લઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *