બુમરાહ અને શમીથી પણ વધારે ઘાતક બોલરની ટીમ ઇન્ડિયામાં થશે એન્ટ્રી…
ન્યૂઝીલેન્ડને ઘરેલુ સિરીઝમાં હરાવ્યા બાદ હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમવા માટે સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ 26 ડિસેમ્બરથી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે. બીસીસીઆઈ દ્વારા ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ત્રણ વન-ડે મેચ રમશે.
સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતનો ઓપનર બેટ્સમેન રોહિત શર્મા મુંબઈ કેમ્પમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ઇજા ગંભીર હોવાને કારણે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માંથી બહાર થયો છે. તેના સ્થાને વાઈસ કેપ્ટન તરીકે કેએલ રાહુલને સ્થાન આપવામાં આવ્યું છે.
આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં થશે. છેલ્લા ઘણા સમયથી યુવા ખેલાડીઓનું પ્રદર્શન જોતા મર્યાદિત ઓવરની મેચમાં નવા ખેલાડીઓની પસંદગી થશે તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં એક ઝડપી બોલર ની એન્ટ્રી થઈ શકે છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ આ ખેલાડી ડેબ્યુ કરી શકે છે.
તમને જણાવી દઈએ કે તે ખેલાડી અર્શદીપ સિંહ છે. આઇપીએલની છેલ્લી બે સિઝનમાં તેણે ધમાકેદાર પ્રદર્શન કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આઈપીએલ 2021ના બીજા તબક્કામાં અર્શદીપ સિંહે ઘાતક બોલિંગ કરીને પોતાનું નામ બનાવ્યું છે. આ ખેલાડી ડેથ ઓવરમાં રન રોકવાની ક્ષમતા ધરાવે છે. આ ઝડપી બોલર સાઉથ આફ્રિકા સામેની વન-ડે મેચમાં ભારતીય ટીમમાં જોડાઈ શકે છે.
અર્શદીપ સિંહ આઈપીએલ 2021માં પર્પલ કેપની રેસમાં હતો. આ ખેલાડીએ ઓછી મેચ રમવાને કારણે પર્પલ કેપની રેસમાં નવમાં સ્થાને રહ્યો હતો. તેણે આઇપીએલ 2021માં 12 મેચોમાં 18 વિકેટો લીધી હતી. તેમાં તેણે એક મેચમાં પાંચ વિકેટ પણ લીધી હતી. આ ખેલાડીને સાઉથ આફ્રિકા સામેની વન ડે સિરીઝમાં તક આપવામાં આવે તો તે સફળ સાબિત થઈ શકે છે.
ભારતીય ટીમમાં જ્યારથી ભુવનેશ્વર કુમારે પોતાનું ફોર્મ ગુમાવ્યું છે. ત્યારથી ભારતને નવા ફાસ્ટ બોલરની શોધ છે. ભુવનેશ્વર કુમારે છેલ્લા ઘણા સમયથી પોતાની ગતિ ગુમાવી છે. આવી સ્થિતિમાં અર્શદીપસિંહ ફાસ્ટ બોલર તરીકે ભારતીય ટીમમાં એન્ટ્રી કરી શકે છે. આગામી વર્લ્ડકપની તૈયારીના ભાગરૂપે ઘણા યુવા ખેલાડીઓને પણ તક મળી શકે છે.