બુમરાહથી પણ વધુ ઘાતક બોલરની ટીમ ઇન્ડિયામાં થઇ એન્ટ્રી…
ભારતીય ટીમે તાજેતરમાં આફ્રિકા સામે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય વિજય મેળવીને ઇતિહાસ રચ્યો છે. ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ પૂર્ણ થયા બાદ આફ્રિકા સામે 19 જાન્યુઆરીથી ત્રણ મેચોની વન-ડે સીરીઝ શરૂ થશે. આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી છે.
આફ્રિકા સામેનો પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયા હોવાથી ટીમમાંથી બહાર થયા છે. આવી પરિસ્થિતિમાં વન-ડે સિરીઝમાં કેપ્ટન તરીકેની જવાબદારી કેએલ રાહુલને સોંપવામાં આવી છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘણા બધા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ઘણા ખેલાડીઓ પરત ફર્યા છે. આ ઉપરાંત આઇપીએલમાં અને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં જબરદસ્ત પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ સમાવવામાં આવ્યા છે. ભારતીય ટીમમાં હાલમાં એક એવા ખેલાડીની પસંદગી કરવામાં આવી છે કે જે છેલ્લા ઘણા સમયથી બોલિંગમાં બુમરાહ જેવું સારું પ્રદર્શન કરી રહ્યો છે.
તમને જણાવી દઇએ કે આ ખેલાડી પ્રસિદ્ધ કૃષ્ણા છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ માર્ચ 2021માં ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં ડેબ્યુ કર્યું હતું. આ ડેબ્યુ સિરીઝમાં તેણે ત્રણ મેચમાં છ વિકેટ લીધી હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની સીરીઝમાં આ ખેલાડીની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ આ ઘાતક બોલરને એક પણ મેચ રમવાની તક મળી નહોતી.
આઇપીએલ 2021માં કોલકત્તા નાઇટ રાઇડર્સને ફાઇનલમાં પહોંચાડવામાં આ ખેલાડીનો મહત્વનો ફાળો રહ્યો હતો. તેણે આઇપીએલ 2021માં 10 મેચમાં 12 વિકેટ ઝડપી હતી. સાઉથ આફ્રિકાની પીચો ઝડપી બોલરોને સપોર્ટ કરે છે. આવી સ્થિતિમાં આ ખેલાડી બેટ્સમેનોને પાયમાલ કરી શકે છે. 25 વર્ષના આ ખેલાડીએ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ધૂમ મચાવી છે.
આફ્રિકા સામેની વનડે સિરીઝમાં પ્રસિદ્ધ કૃષ્ણા ઉપરાંત શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, દિપક ચહર જેવા ફાસ્ટ બોલરોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આ સિરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. ઘણા યુવા ખેલાડીઓ તકનો લાભ ઉઠાવીને શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે.