બુમરાહથી પણ વધુ ઘાતક બોલરની ટીમ ઇન્ડિયામાં થઇ એન્ટ્રી…
સાઉથ આફ્રિકા પ્રવાસ પુર્ણ થયા બાદ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 ફેબ્રુઆરીના રોજ ત્રણ મેચોની વન-ડે સિરીઝ શરૂ થવાની છે. બીસીસીઆઇ દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઘણા યુવા ખેલાડીઓને આ વન-ડે સિરીઝમાં તક આપવામાં આવી છે.
સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલાં જ પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી બહાર રહ્યો હતો. પરંતુ હવે તે ફીટ હોવાને કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં વાપસી કરી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ફરી એકવાર રોહિત શર્મા કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહની જગ્યાએ આ ખેલાડીઓની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થઇ છે. આ ખેલાડી પોતાની કિલર બોલિંગ માટે ખૂબ જ જાણીતો છે. તેના બોલને રમવું કોઇ પણ બેટ્સમેન માટે સરળ નથી. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
બુમરાહ જેવી જ શક્તિ ધરાવતો ભારતીય ફાસ્ટ બોલર દીપક ચહરને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં તક આપવામાં આવી છે. ચહર કોઇ પણ પિચ પર તેની ઘાતક બોલિંગથી તબાહી મચાવી શકે છે. તેની સ્પીડ ઉપરાંત સ્વિંગમાં પણ માહેર છે. દીપક ચહરને સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વન-ડે મેચમાં પણ તક મળી હતી અને તેમાં તેણે શાનદાર બોલિંગ કરી હતી.
દીપક ચહર આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમે છે. તેણે આઇપીએલ 2021માં ટોટલ 15 મેચોમાં 14 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેને મહેન્દ્રસિંહ ધોનીનો ફેવરિટ ખેલાડી માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટા મેચવિનર તરીકે પણ ઉભરી આવ્યો છે.
દીપક ચહર તેની ઘાતક બોલિંગ માટે જાણીતો છે. તે ડેથ ઓવરમાં કિલર બોલિંગ સાથે વિકેટો આપે છે. આ ખેલાડી ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો હતો. બુમરાહ કરતાં પણ વધુ ઘાતક બોલિંગ કરીને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં આ ખેલાડી તબાહી મચાવી શકે છે. આ ખેલાડી સારું પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયામાં કાયમી જગ્યા બનાવી શકે છે.