રોહિત શર્માથી પણ વધારે ખતરનાક ખેલાડીની કારકિર્દી પસંદગીકારોને કારણે થઇ શકે છે સમાપ્ત…

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમવા માટે પહોંચી ગઇ છે. 26 ડિસેમ્બરના રોજ ટેસ્ટ સીરીઝનો પ્રારંભ થશે. આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી છે. ત્રણ ટેસ્ટ મેચ બાદ ત્રણ વન-ડે મેચ રમાશે. જેની શરૂઆત 19 જાન્યુઆરીથી થશે.

સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતનો ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઇજાને કારણે બહાર થયો હતો. પરંતુ મુંબઇ કેમ્પમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત શર્માને હાથના ભાગમાં થયેલી ઇજાના કારણે તે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. આવી સ્થિતિમાં ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે.

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં રોહિત શર્મા વાઇસ કેપ્ટનનું પદ સંભાળવાનો હતો. પરંતુ સિરીઝમાંથી બહાર થવાને કારણે તેના સ્થાને કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ રોહિત શર્માના સ્થાને ઓપનિંગ બેટ્સમેન તરીકે આ ખેલાડીને પસંદ ન કરીને પસંદગીકારોએ ભૂલ કરી છે. આ ખેલાડી રોહિત શર્મા કરતા પણ બેટિંગમાં નિષ્ણાંત છે. તો ચાલો જાણીએ એ ખેલાડી કોણ છે.

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં રોહિત શર્મા ની જગ્યાએ પૃથ્વી શોને તક આપવામાં ન આવી તે પસંદગીકારોની સૌથી મોટી ભૂલ છે. ટેસ્ટ સીરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી પરંતુ પસંદગીકારો પૃથ્વી શો જેવા મજબુત ખેલાડીની સતત અવગણના કરી રહ્યા છે. પૃથ્વી શો વિશ્વના ખતરનાક બેટ્સમેનોમાંનો એક છે.

પૃથ્વી શો અંડર 19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો કેપ્ટન હતો. પરંતુ હવે તેને મુખ્ય ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. પૃથ્વી શો વર્ષ 2020-21માં ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ટીમમાંથી બહાર થયો હતો. પૃથ્વી શોને ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં તક આપવામાં આવી હતી. પરંતુ એક પણ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નહીં. આવા ઘાતક બેટ્સમેનની સતત અવગણના કરવી ટીમ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

રોહિત શર્માની ઉંમર હાલમાં 34 વર્ષની છે. આ ઉંમર પછી ઘણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેતા હોય છે. તેથી ટીમને આગામી સમયમાં એક નવા ઓપનિંગ બેટ્સમેનની જરૂર પડશે. આવી સ્થિતિમાં પૃથ્વી શો આ જવાબદારી નિભાવી શકે છે પરંતુ હાલમાં તેની અવગણના કરવામાં આવી રહી છે. માત્ર 22 વર્ષના આ યુવા ખેલાડીએ પોતાની આક્રમક બેટિંગથી લોકોના દિલ જીતી લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *