કોહલી પણ હવે આ ઘાતક ખેલાડી પર નહીઁ રાખે દયા! હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ નો સામનો કરી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે આફ્રિકન ટીમને હરાવી 1-0ની લીડ મેળવી હતી. હાલમાં આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચની શરૂઆત થઇ છે. બીજી ટેસ્ટ મેચ જીતીને ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝ જીતીને ઇતિહાસ રચવા ઇચ્છે છે.

આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ ભારતનો કેપ્ટન વિરાટ કોહલી ઇજાને કારણે બહાર થયો છે. આવી પરિસ્થિતિમાં બીજી ટેસ્ટ મેચમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને સાચો સાબિત કરવા ભારતના બેટ્સમેનો મેદાને ઉતર્યા હતા. પરંતુ ભારતીય ટીમે પહેલા જ સેશનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

ભારતીય મેનેજમેન્ટ ટીમે ઘણા અનુભવી ખેલાડીઓને આ સિરિઝમાં છેલ્લી તક આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શન હોવા છતાં પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ ઇન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીએ આ તકનો લાભ ઉઠાવ્યો નહીં અને પોતાના પ્રદર્શનમાં સતત નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે. આ ખેલાડી ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ શકે છે.

ભારતનો અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શન માં ચાલી રહ્યો હતો. પ્રથમ ટેસ્ટ મેચમાં પણ તેણે ભારતની પ્રથમ ઇનિંગમાં 48 અને બીજી ઇનિંગમાં 20 રન જ બનાવી શક્યો હતો. તેમ છતાં પણ તેને બીજી ટેસ્ટ મેચમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં પણ તે પહેલા બોલ પર જ ઝીરો રને આઉટ થયો હતો.

બીજી ટેસ્ટ મેચમાં ઓલિવિયરે રહાણેને ઝીરો રને આઉટ કરીને પેવેલિયન મોકલ્યો હતો. રહાણે આ સમયે ટીમ ઇન્ડિયાની સૌથી મોટી નબળાઇ બની ગયો છે. તેનું કારણ એ છે કે તેનું બેટ છેલ્લા એક વર્ષથી શાંત છે. તેના કારણે ભારતનો મિડલ ઓર્ડર વેરવિખેર થઇ જાય છે. રહાણે આઉટ થયા બાદ ભારતે એક પછી એક વિકેટ ગુમાવી હતી.

ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન વિરાટ કોહલીએ રહાણે પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ હવે તેના પર દયા રાખશે નહીં. આગામી ટેસ્ટ મેચમાં આ ખેલાડી ટીમમાંથી બહાર થઇ શકે છે. આ ઉપરાંત રહાણેનું કરીયર જોખમમાં દેખાઇ રહ્યું છે. આફ્રિકા સામેની સિરીઝ તેની કારકિર્દીની છેલ્લી સિરીઝ હોઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *