વન-ડે સિરીઝ શરૂ થાય તે પહેલાં જ આ ઘાતક ખેલાડીની ટીમ ઇન્ડિયામાં થઇ એન્ટ્રી…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 ફેબ્રુઆરીના રોજ ત્રણ મેચોની વન-ડે સિરીઝની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થયા બાદ ત્રણ મેચોની ટી-20 સિરીઝ 16 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે. બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં જ આ બંને સિરીઝ માટે ભારતીય ટીમના ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની પણ વાપસી થવાની છે. આ સાથે જ ટીમમાં પણ ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકા સિરીઝ દરમિયાન ભારતીય ટીમને મિડલ ઓર્ડરની સમસ્યા સતાવી રહી હતી. પરંતુ રોહિત શર્માએ આવતાની સાથે જ આ સમસ્યાનો પણ અંત આવ્યો છે. ટીમમાં ઘણા બધા ઓલરાઉન્ડર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ટીમ ઇન્ડિયાના ઘણા બધા ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર અને નવદીપ સૈની કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોના પોઝિટિવ મળ્યા બાદ અચાનક જ એક ખતરનાક ખેલાડીને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

પીટીઆઇ અનુસાર યુવા વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનને વેસ્ટ ઇન્ડીઝ સામેની આગામી ત્રણ મેચોની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઇશાન કિશન ખૂબ જ ખતરનાક બેટ્સમેન છે. ઇશાન કિશનને ટી-20 સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેને વન-ડે સિરીઝમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. મયંક અગ્રવાલ બાદ આ બીજો ખેલાડી એવો છે કે જેને રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યો છે.

અમદાવાદ ખાતે 2 ફેબ્રુઆરીના રોજ ભારતીય ટીમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમમાં એક સાથે ઘણા બધા ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતા મેનેજમેન્ટ ટીમ પણ મુશ્કેલીમાં મુકાઇ છે. આવી પરિસ્થિતિમાં એક સાથે બે ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. પ્રથમ મેચમાં રોહિત શર્માની સાથે ઇશાન કિશન ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાને ઉતરી શકે છે.

બીસીસીઆઇ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કોરોના પોઝિટિવ આવેલા ખેલાડીઓ જ્યાં સુધી સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેઓને આઇસોલેશનમાં રાખવામાં આવશે. અમદાવાદમાં યોજાનારી પ્રથમ વન-ડે મેચ ભારત માટે 1000મી વન-ડે મેચ રહેશે. આ પહેલા અન્ય કોઇ ટીમે આટલી વન-ડે મેચ રમી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *