મેગા ઓક્શન પહેલા જ આ ઘાતક ખેલાડી ઇજાના કારણે IPLમાંથી થયો બહાર…

આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ એમ બંને ટીમો જોડાઇને ટોટલ 10 ટીમો આ સ્પર્ધામાં ભાગ લેશે. આ વર્ષે આઇપીએલ પહેલા મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. આ વર્ષે યોજાનાર મેગા ઓક્શન ઘણું રસપ્રદ રહેશે.

આઇપીએલ શરૂ થાય તે પહેલા બીસીસીઆઇ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે અમદાવાદ અને લખનઉની ટીમ જાન્યુઆરી માસના અંત પહેલા તેઓના ત્રણ-ત્રણ ખેલાડીઓની યાદી જાહેર કરે. તાજેતરમાં બીસીસીઆઇ દ્વારા વિવો પાસેથી ટાઇટલ માટેની સ્પોન્સરશીપ છીનવી લેવામાં આવી છે અને નવા સ્પોન્સર તરીકે ટાટાનું નામ જાહેર કર્યું છે.

આઇપીએલ પહેલા યોજાનારા મેગા ઓક્શનને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન ઓલરાઉન્ડર ખેલાડી ઇજાને કારણે બહાર થયો છે. આ ખેલાડીને મેગા ઓક્શનમાં કરોડો રૂપિયા મળી શકે તેમ હતા. પરંતુ તાજેતરમાં ઇજાગ્રસ્ત થયો હોવાથી આઇપીએલમાં જોવા મળશે નહીં.

ટી 20 ક્રિકેટમાં શાનદાર ઓલરાઉન્ડર કહેવાતા ઇંગ્લેન્ડના ટોમ કરન હવે ઇજાને કારણે બહાર થયો છે. આ ખેલાડી જુન મહિના સુધી ક્રિકેટમાં જોવા મળશે નહીં. ટોમને તેની પીઠના નીચેના ભાગમાં ફેક્ચર થયું છે. આ કારણે ડોકટર દ્વારા પાંચ મહિના સુધી આરામ કરવા જણાવ્યું છે. આઇપીએલમાં ટોમ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો માટે રમી ચૂક્યો છે.

આઇપીએલના રેકોર્ડની વાત કરીએ તો ટોમ કરને આઇપીએલમાં ટોટલ 13 મેચ રમી છે. જેમાં 13 વિકેટ ઝડપી છે. બેટિંગની વાત કરીએ તો 127 રન બનાવ્યા છે. કરને ઇંગ્લેન્ડ માટે અત્યાર સુધીમાં 30 ટી 20 મેચ રમી છે, જેમાં 29 વિકેટો ઝડપી છે. આ ઓલરાઉન્ડર ખેલાડી વિશ્વભરમાં તેની ઘાતક બોલિંગ અને બેટિંગ માટે જાણીતો છે.

ટોમ કરન પર મેગા ઓક્શનમાં કરોડોની બોલી લાગી શકે તેમ હતી. પરંતુ ઇજાને કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થયો છે. દરેક ટીમો આ ખેલાડી પર મોટા પૈસા ખર્ચી શકે તેમ હતી કારણ કે આ ઓલરાઉન્ડર ખેલાડી પલભરમાં મેચ પલટો કરી શકે છે. આઇપીએલ 2022માં આ ખેલાડી મેદાન પર જોવા મળશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *