IPL શરૂ થાય તે પહેલા જ આ ટીમના કોચે ગુસ્સે ભરાઇને આપ્યું રાજીનામું…

આઇપીએલ 2022 શરૂ થાય તે પહેલાં જ 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલોર ખાતે ભવ્ય મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ બંને નવી ટીમો જોડાઇને ટોટલ 10 ટીમો આ મેગા ઓક્શનમાં ખેલાડીઓ પર મોટી બોલી લગાવી રહી હતી. ટોટલ 200 થી વધારે ખેલાડીઓ પર બોલી લગાવીને તેને ટીમો દ્વારા ખરીદવામાં આવ્યા હતા.

આઇપીએલની શરૂઆત થાય તે પહેલા તમામ ટીમો ટાઇટલ જીતવા માટે શરૂઆતથી જ મજબૂત પકડ બનાવવા ઇચ્છે છે. આવા કારણોસર ટીમો દ્વારા મજબૂત પ્લેઇંગ ઇલેવન બનાવવામાં આવી રહી છે. આ વર્ષે દરેક ટીમો સંતુલિત સ્થિતિમાં જોવા મળી શકે છે. તેથી દરેક ટીમો વચ્ચે રમાનારી મેચમાં કટોકટીની સ્થિતી સર્જાઇ શકે છે.

આઇપીએલ 2022 ની શરૂઆત થાય તે પહેલાં જ આ ટીમ માટે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. આઇપીએલ 2022 મેગા ઓક્શન બાદ હૈદરાબાદના કેમ્પમાં ભારે હોબાળો મચી ગયો છે. તેમના સહાયક કોચ સિમોન કેટિચે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. અચાનક આવી રીતે રાજીનામું આપતા હૈદરાબાદની ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે.

આઇપીએલની શરૂઆત પહેલા કોચની વિદાય ફ્રેન્ચાઇઝી માટે ખતરારૂપ સાબિત થઇ શકે છે. આ ઉપરાંત તેણે ટીમ પર મોટો આરોપ પણ લગાવ્યો છે. ઓસ્ટ્રેલિયન સમાચાર અનુસાર મેગા ઓક્શન પહેલાં જે રીતે ટીમને ચલાવવામાં આવી હતી અને યોજનાઓ બનાવવામાં આવી હતી, તેનાથી કોચ ખુશ હતો નહીં. આ ઉપરાંત તેની વાતનો અમલ કરવામાં આવી રહ્યો નહોતો.

છેલ્લા એક વર્ષ દરમિયાન હૈદરાબાદ ટીમમાં ત્રણ કોચની બદલી થઇ છે. આ રીતે અચાનક કોચમાંથી રાજીનામું આપ્યા બાદ ટીમો પર સવાલો ઉઠાવ્યા છે. પૂર્વ કેપ્ટનને હૈદરાબાદની ટીમ દ્વારા મેગા ઓક્શનનમાં ખરીદવામાં ન આવતા કોચ નારાજ થયા હતા. આ ઉપરાંત ટીમના માલિક દ્વારા તેની વાતો સાંભળવામાં આવતી ન હતી. ટીમના માલિક પર પણ હાલમાં સવાલો ઉઠી રહ્યા છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે છેલ્લી સિઝન ખૂબ જ ખરાબ રહી હતી. છેલ્લી સિઝનમાં 14 માંથી માત્ર 3 મેચો જીતી શકી હતી. આ ટીમ પોઇન્ટ ટેબલમાં આઠ નંબર પર હતી. હૈદરાબાદે આ વર્ષે કેન વિલિયમસન, અબ્દુલ સમદ અને ઉમરાન મલિકને જાળવી રાખ્યા હતા. આ ઉપરાંત એડન માર્કરામ, માર્કો જેન્સન જેવા ઘણા ખેલાડીઓને ખરીદવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *