સિરીઝ જીત્યા બાદ પણ ત્રીજી મેચમાં આ 2 મોટા બદલાવો સાથે ઉતરશે રોહિત શર્મા, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે…

ગઈકાલે રમાયેલ સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20 મેચમાં ભારતે 16 રને ભવ્ય વિજય મેળવ્યો છે. આ સાથે જ આ સિરીઝમાં 2-0થી જીત મેળવી છે. આ પહેલા 28 સપ્ટેમ્બરના રોજ રમાયેલ પ્રથમ મેચમાં પણ જીત મેળવી હતી. હવે આ સિરીઝની છેલ્લી અને ત્રીજી મેચ આવતીકાલે 4 ઓક્ટોબર મંગળવારના રોજ રમાવાની છે.

બીજી મેચની ટૂંકમાં વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 3 વિકેટે 237 રન બનાવ્યા હતા. તેની સામે સાઉથ આફ્રિકન ટીમ 20 ઓવરમાં 3 વિકેટે 221 રન બનાવી શકી હતી. જેના કારણે ભારતીય ટીમને 16 રને જીત મળી છે. જીત બાદ પણ રોહિત શર્મા ખુશ જોવા મળ્યો નથી. હજુ પણ ટીમમાં નબળાઇઓ જોવા મળી છે. તે ફરી એકવાર બદલાવો કરશે.

ત્રીજી મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા દ્વારા ખરાબ ફોર્મમાં ચાલી રહેલા આ બે ખેલાડીઓને બહાર કરવામાં આવશે. તેઓ પર હવે દયા રાખવામાં આવશે નહીં. વર્લ્ડ કપ પહેલા છેલ્લી મેચમાં આ બદલાવ કરવો ખૂબ જરૂરી છે. તેના સ્થાને અન્ય ખેલાડીઓને તક આપવામાં આવશે. આ મેચ ખૂબ જ મહત્વની રહેશે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય ફાસ્ટ બોલર હર્ષલ પટેલ ફરી એકવાર નિષ્ફળ સાબિત થયો છે. ગઈકાલે રમાયેલ મેચમાં તેણે પોતાની 4 ઓવર દરમિયાન 45 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. જેથી હવે તેને બહાર કરવામાં આવશે અને તેના સ્થાને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને તક આપવામાં આવશે. તેને પણ તક મળવી જરૂરી છે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ બહાર થશે. ગઈકાલે તે પણ સફળતા અપાવી શક્યો નહોતો. તેણે પોતાની 4 ઓવર દરમિયાન 37 રન આપ્યા હતા. જરૂરિયાત સમયે તે બોલથી દૂર રહ્યો હતો. જેથી હવે તેને બહાર કરીને તેના સ્થાને મુખ્ય સ્પીનર તરીકે યુઝવેન્દ્ર ચહલને સ્થાન આપવામાં આવશે. છેલ્લી મેચમાં તેને તક મળવી જોઈએ.

આ બે મોટા બદલાવો સાથે ભારતીય ટીમ આવતીકાલે ત્રીજી મેચમાં મેદાને જોવા મળશે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રીજી મેચમાં પણ જીત મેળવીને સમગ્ર સિરીઝમાં ક્લીન સ્વીપ કરવા ઈચ્છે છે. ભારતીય ટીમ ફરી એકવાર ઘાતક ફોર્મમાં જોવા મળી છે. ટીમની બેટિંગ લાઇન સંપૂર્ણપણે સેટ થઈ છે પરંતુ હજુ પણ બોલિંગ લાઈનમાં ફેરફારો કરવા પડે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *