જીત બાદ પણ રોહિત ચોથી મેચમાં કરશે આ 2 બદલાવો, જાણો કોણ થશે IN અને કોણ થશે OUT…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમી રહી હતી. ઇંગ્લેન્ડ સામે રમાયેલ આ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે જબરદસ્ત વિજય મેળવ્યો છે. હવે આગામી ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચી ખાતે રમાવાની છે. આ પહેલા હાલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા દ્વારા બદલાવો અંગે એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.

ત્રીજી મેચની શરૂઆતમાં આપણે જોયું હતું કે ભારતે પ્રથમ દાવ બાદ 126 રનની મોટી લીડ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ બીજા દાવમાં 430 રન બનાવ્યા હતા. જેથી તેઓને 557 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ તેઓ 122 રન જ બનાવી શક્યા હતા. જેથી હાર મળી છે. ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ બંને લાઈન મજબૂત છે પરંતુ હજુ પણ ઘણા ખેલાડીઓ ખરાબ ફોર્મમાં જોવા મળ્યા છે. જેથી રોહિતે તેને બહાર કરવાની જાહેરાત કરી છે.

રોહિત શર્મા ફરી એક વખત એકશન મોડમાં આવ્યો હોય તેવું કહી શકાય છે. ચોથી મેચ પહેલા જ તેણે આ બે ખેલાડીઓના ખરાબ ફોર્મ વિશે ઘણી વાતો કરી છે અને તેઓને બહાર કરવાનું પણ કહ્યું છે. હવે કોઈ ખેલાડી પર દયા રાખવામાં આવશે નહીં.જેથી આ બંને ખેલાડીઓ બહાર બેઠેલા જોવા મળી શકે છે.તો ચાલો આપણે જાણીએ કે આ બંને ભારતીય ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન રજત પાટીદાર સોનેરી તકમાં નિષ્ફળ સાબિત થયો છે. બીજી મેચમાં તેણે પ્રથમ નવમાં ફક્ત 5 રન બનાવ્યા હતા અને બીજા દાવમાં તે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. બીજી મેચમાં પણ તે નિષ્ફળ રહ્યો હતો. તેને બહાર કરીને ફરી એક વખત રાહુલને મહત્વની તક આપવામાં આવી શકે છે. હાલમાં તે સ્વસ્થ થઈ ચૂક્યો છે. જેથી તેને તક મળશે તે નક્કી છે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર સ્પીનર કુલદીપ યાદવને પણ બહાર કરવામાં આવી શકે છે. બીજી મેચમાં તેણે ટોટલ 4 વિકેટ લીધી પરંતુ એક સમયે તે લથડાતો જોવા મળ્યો હતો તે ખૂબ જ રન આપી રહ્યો હતો અને વિકેટ લેવામાં પણ તલપાપડ થઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં તેને બહાર કરીને અક્ષર પટેલને સામેલ કરવામાં આવી શકે છે. રાહુલ અને અક્ષર બંને ટીમની મજબૂતાઈમાં વધારો કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *