જીત બાદ પણ બીજી ટેસ્ટ મેચમાંથી આ ઘાતક ખેલાડી થશે બહાર, જાણો કોની થશે એન્ટ્રી…

ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે તેના ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ત્રણ મેચોની સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. સેન્ચુરીયન ખાતે પ્રથમ ટેસ્ટ મેચ જીતીને આવું કરનારી પ્રથમ એશિયન ટીમ બની છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓએ પ્રથમ ટેસ્ટ મેચમાં શરૂઆતથી જ પકડ બનાવી હતી.

આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં ત્રણ જાન્યુઆરીના રોજ બીજી ટેસ્ટ મેચની શરૂઆત થશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચમાં વિજય મેળવીને ટેસ્ટ સિરિઝ જીતવા પ્રયત્ન કરશે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે.

આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનો અને બોલરોએ ખૂબ સારું પ્રદર્શન કરીને જીત મેળવી હતી. તેમ છતાં પણ બીજી ટેસ્ટ મેચમાં આ ઘાતક ખેલાડી બહાર થઇ શકે છે. સાઉથ આફ્રિકાની પીચ ફાસ્ટ બોલરો માટે વધારે અનુકૂળ હોવાને કારણે વિરાટ કોહલી દ્વારા આ મોટો બદલાવ કરવામાં આવી શકે છે.

જોહાનિસબર્ગમાં રમાનારી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર બહાર થઇ શકે છે. પ્રથમ ટેસ્ટ મેચમાં શાર્દુલ ઠાકુર બોલિંગ અને બેટિંગ બંનેથી કોઇ ખાસ સિદ્ધિ દર્શાવી શક્યો નથી. પ્રથમ ટેસ્ટ મેચમાં શાર્દુલ ઠાકુર બંને ઇનિંગ્સ થઇને ટોટલ બે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં તે બહાર થઇ શકે છે.

આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં શાર્દુલ ઠાકુરની જગ્યાએ ઉમેશ યાદવને તક મળી શકે છે. ઉમેશ યાદવ એક ઝડપી અને વિકેટટેકર બોલર છે. તે પોતાની ઘાતક બોલિંગથી કોઇપણ બેટ્સમેનને આઉટ કરી શકે છે. જોહાનિસબર્ગમાં વધુ ઘાસ હોવાની ધારણા ચાલી રહી છે. વરસાદને કારણે હવામાન પણ ફાસ્ટ બોલરોને મદદરૂપ થાય તેવી શક્યતા છે.

ભારતીય ટીમ માટે ઉમેશ યાદવ ફાસ્ટ બોલર તરીકે ત્રણેય ફોર્મેટમાં રમનાર ખેલાડી છે. આ ઉપરાંત તે ભારત માટે ઘણીવાર મેચવિનર સાબિત થયો છે. આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી આ ચાર ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *