જીત બાદ પણ બીજી વન-ડે મેચમાંથી આ ઘાતક ખેલાડીનું પત્તું કપાશે, કારણ છે કંઇક આવું…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઇ રહી છે. જેની પ્રથમ વન-ડે મેચ ગઇકાલે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. જે ભારતની 1000મી વન-ડે મેચ હતી. આ વન-ડે મેચને ભારતીય ટીમે યાદગાર બનાવી દીધી છે. ભારતે વેસ્ટ ઇન્ડીઝને છ વિકેટે માત આપીને આ સિરીઝમાં 1-0 થી લીડ મેળવી લીધી છે.

પ્રથમ વન-ડે મેચની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમે માત્ર 176 રન બનાવ્યા હતા. ભારતને જીત માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે માત્ર 28 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 178 રન બનાવ્યા હતા.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બીજી વન-ડે મેચ 9 ફેબ્રુઆરીના રોજ રમાશે. પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતીય ટીમ પ્રથમ વન-ડે મેચ ભલે જીતી ગઇ હોય પરંતુ આગામી વન-ડે મેચમાંથી આ એક ખેલાડીનું બહાર થવું નિશ્ચિત છે.

તમને જણાવી દઇએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ શરૂ થાય તે પહેલાં ભારતીય ટીમના ઘણા બધા ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા. જેના કારણે તેઓને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા અને ટીમનો વાઇસ કેપ્ટન કેએલ રાહુલ પ્રથમ વન-ડે મેચ માટે ઉપલબ્ધ ન હોવાને કારણે ઇશાન કિશનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

ઇશાન કિશન વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં 28 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. તેના આ ખરાબ પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે 9 ફેબ્રુઆરીના રોજ રમાનારી બીજી વન-ડે મેચમાં તે ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ શકે છે કારણ કે બીજી વન-ડે મેચમાં ટીમના વાઇસ કેપ્ટન કેએલ રાહુલ વાપસી થવા જઇ રહી છે. જે એક જબરદસ્ત ઓપનિંગ બેટ્સમેન છે.

કેએલ રાહુલની વાપસી થતાની સાથે જ તે ટીમ ઇન્ડિયા તરફથી ઓપનિંગ કરતો નજરે આવશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. આવી સ્થિતિમાં ઇશાન કિશનનું પત્તું ટીમ ઇન્ડિયામાંથી કપાઇ શકે છે. ઇશાન કિશનને પ્રથમ વન-ડે મેચમાં તેની ઇનિંગની શરૂઆત તો સારી કરી હતી પરંતુ તે મોટી ઇનિંગ રમી શક્યો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *