જીત બાદ પણ રોહિત શર્મા આ દિગ્ગજ ખેલાડી પર થયો ગુસ્સે, કારણ છે કંઇક આવું…

ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝને બીજી ટી-20 મેચમાં 8 રને હરાવીને 2-0થી લીડ મેળવી લીધી છે. આ સાથે જ ભારતીય ટીમે ત્રણ મેચોની આ સિરીઝમાં જીત મેળવી છે. રોહિત શર્મા કેપ્ટન બન્યા બાદ ભારતીય ટીમ સતત મેચમાં જીત મેળવી રહી છે. રોહિત શર્મા કાયમી કેપ્ટન બન્યા બાદ ભારત એક પણ મેચ હાર્યું નથી. ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરી રહ્યા છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 5 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝ ટીમને ભારતે 8 રને હરાવ્યું હતું. આ સાથે જ ભારતીય ટીમે સમગ્ર સિરીઝ પર વિજય મેળવ્યો છે.

ભારતીય ટીમે બીજી ટી-20 મેચમાં ભવ્ય વિજય મેળવ્યો છે. છતાં પણ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ખેલાડી ખુશ હતો નહીં. રોહિત શર્મા આ દિગ્ગજ ખેલાડી પર ખુબ જ ગુસ્સે થયો છે. આ ખેલાડીની એક ભૂલના કારણે ભારતીય ટીમ મેચ હારી શકે તેમ હતી. આગામી ત્રીજી ટી-20 મેચમાં આ ખેલાડી બહાર પણ થઇ શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન રોવમેન પોવેલનો પોતાની જ ઓવરના બોલ પર કેચ છોડ્યો હતો. બોલ ઘણો ઉંચો હોવાને કારણે ભુવનેશ્વર કુમાર યોગ્ય પકડ મેળવી શક્યો નહીં. ભુવનેશ્વર કુમારે કેચ છોડ્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ખુબ જ ગુસ્સામાં દેખાઇ રહ્યો હતો અને તેના ચહેરા પર નિરાશા દેખાઇ રહી હતી.

ભૂવનેશ્વર કુમારે આ કેચ છોડ્યા બાદ વેસ્ટ ઇન્ડિઝ ટીમ જીત તરફ આગળ વધી હતી અને તે મેચમાં તેણે 64 રન બનાવ્યા હતા અને ટીમને જીતના દરવાજા સુધી લઇ ગયો હતો. આ ઉપરાંત તે જ સમયે પૂરને 62 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ ટીમ જીતની ખૂબ જ નજીક હતી. પરંતુ ભારતીય ખેલાડીઓએ શાનદાર બોલિંગનો નજારો રજૂ કર્યો હતો. આવી રીતે ભારતીય ટીમે જીત મેળવી હતી.

ભારતીય ટીમના ખેલાડીઓએ વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. સુપર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને રિષભ પંતે અડધી સદી ફટકારી હતી. જેના કારણે ભારત આટલો મોટો સ્કોર બનાવી શક્યું હતું. આ ઉપરાંત વેંકટેશ ઐયરે તોફાની ઇનિંગ રમીને સૌના દિલ જીતી લીધા હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમ એક મજબૂત હાલતમાં જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *