જીત બાદ પણ રોહિત શર્મા થયો ગુસ્સો, આ બાબતે તમામ ખેલાડીઓને ખખડાવ્યા…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઇ રહી છે. જેમાં પ્રથમ વન-ડે મેચ 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને છ વિકેટે માત આપીને જીત મેળવી છે. હવે બીજી અને ત્રીજી વન-ડે મેચ 9 અને 11 ફેબ્રુઆરીના રોજ રમાવાની છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની પણ વાપસી થઇ છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરીને ભારતીય ટીમે જીત હાંસલ કરી છે. ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ માત્ર 176 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી.

વેસ્ટ ઇન્ડિઝે આપેલા ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે 177 રનનો ટાર્ગેટ પુરો કરવા માટે ચાર વિકેટ ગુમાવી હતી. આ બાબતે રોહિત શર્મા ટીમના તમામ ખેલાડીઓ પર ગુસ્સે થયો હતો. ભારતીય ટીમે પ્રથમ વન-ડે મેચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે જીત હાંસલ કરી હતી. પરંતુ રોહિત શર્માના મત મુજબ આ જીત હાર સમાન છે.

ભારતીય ટીમને જીત હાંસલ કર્યા બાદ રોહિત શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક ટીમ તરીકે આપણે વધુ સારા રન બનાવવા માંગીએ છીએ. અંતિમ લક્ષ્ય હોવું જોઇએ કે આપણે પોતાની જાતને એટલી તૈયાર કરવી પડશે કે કોઇ પણ ક્ષણે આપણે સારું પ્રદર્શન કરી શકીએ. આ ઉપરાંત જ્યારે જરૂર પડે ત્યારે ખેલાડીઓ હંમેશા તૈયાર હોવા જોઇએ.

વેસ્ટ ઇન્ડિઝે આપેલા ટાર્ગેટને પૂરો કરવા માટે ઉતરેલી ભારતીય ટીમ તરફથી રોહિત શર્માએ 51 બોલમાં 60 રન ફટકાર્યા હતા અને ઓપનિંગ ખેલાડી ઇશાન કિશને 36 બોલમાં 28 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ વિરાટ કોહલી માત્ર 8 રન બનાવીને પેવેલિયન ભેગો થઇ ગયો હતો. રિષભ પંત પણ 9 બોલમાં 11 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આમ ભારતીય ટીમે માત્ર 177 રનનો પીછો કરતા 4 વિકેટ ગુમાવી દીધી હતી.

મેચ જીત્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ જણાવ્યું કે પ્રથમ બેટિંગ કરતી વખતે અથવા રનનો પીછો કરતી વખતે આપણે ઘણી વિકેટો ગુમાવી જોઇએ નહીં. તમામ ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ આપણે આટલા નાના ટાર્ગેટ પાછળ પણ ચાર વિકેટો ગુમાવી એ યોગ્ય કહેવાય નહીં. આવી સ્થિતિમાં ખેલાડીઓએ પોતાની જાતને તૈયાર કરવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *