ઘાતક પ્રદર્શન બાદ પણ આ ખેલાડીને ન મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે અને ત્રણ મેચોની ટી-20 સીરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂ થવા જઇ રહી છે. જેને લઇ બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની વાપસી થઇ છે. તેની સાથે જ ઘણા બધા યુવા ખેલાડીઓને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આઇપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં સ્થાન બનાવતા હોય છે. પરંતુ ઘણા બધા ખેલાડીઓ એવા હોય છે કે જે ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યા હોય છે. તેમ છતાં પણ તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવતું નથી. આજે આપણે આ લેખમાં એક એવા જ ખેલાડી વિશે વાત કરવાના છીએ. તો ચાલો જોઇએ તે કોણ છે.

26 જાન્યુઆરીના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી વન-ડે અને ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પસંદગીકારોના આ એક નિર્ણયે બધાને ચોંકાવી દીધા હતા. પસંદગીકારોએ વેસ્ટ ઇન્ડીઝ સામેની લિમિટેડ ઓવરની સિરીઝમાં આ ખેલાડીને તક ન આપીને અન્યાય કર્યો હોય તેવું લાગી રહ્યું છે.

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી ઋષિ ધવને તાજેતરમાં જ વિજય હજારે ટ્રોફીમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. ઋષિ ધવને વિજય હજારે ટ્રોફી 2020-21માં ધમાલ મચાવી દીધો હતો અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન તેણે 8 મેચમાં 458 રન અને 17 વિકેટ ઝડપી હતી.

ઋષિ ધવન છેલ્લા ઘણા વર્ષોથી રણજી ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે 2018-19 સિઝનમાં રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. હિમાચલ પ્રદેશના આ ઓલરાઉન્ડર ખેલાડીએ ટીમ ઇન્ડિયા માટે માત્ર 4 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં ત્રણ વન-ડે અને એક ટી-20 સામેલ છે. તેને છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 18 જૂન 2016ના રોજ ઝિમ્બાબ્વે સામે રમી હતી.

ઋષિ ધવનને ટીમ ઇન્ડિયામાં સામેલ ન કરવાને કારણે પસંદગીકારો પર ક્રિકેટ ચાહકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને ઘણા બધા ચાહકોએ ટ્વિટ કરીને આ ગુસ્સો વ્યક્ત કર્યો છે. ચાહકોનો માનવું છે કે ઋષિને દિપક હુડા કે વેંકટેશ ઐયરની જગ્યાએ પસંદ કરી શકાય તેમ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *