ઇંગ્લેન્ડની 100% થશે હાર, રવિન્દ્ર જાડેજા સહિત આ 3 ઘાતક ગુજરાતી ખેલાડીઓની ટીમ ઇન્ડિયામાં થઈ એન્ટ્રી…

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે તાજેતરમાં ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાઈ રહી હતી. આ સિરીઝ થોડા સમય પહેલા પૂર્ણ થઈ છે. આ સિરીઝમાં ભારતીય ટીમે જબરદસ્ત વિજય મેળવ્યો છે. હવે ભારતીય ટીમ ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે. હાલમાં આ સિરીઝની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત રોહીતે એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી છે.

આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં મુશ્કેલી થઈ હોવાના કારણે હવે રોહિતે ફરી એક વખત બદલાવો કર્યા છે. ઇંગ્લેન્ડ સામે તે દરેક મેચમાં જીત મેળવવા ઈચ્છે છે. બીજી તરફ તે અત્યારથી જ મજબૂત ટીમ બનાવી રહ્યો છે. આવી સ્થિતિમાં તેને હાલમાં તાત્કાલિક રવિન્દ્ર જાડેજા સહિત આ ત્રણ ગુજરાતી ખેલાડીઓને સામેલ કર્યા છે. તો ચાલો આપણે જાણીએ કે આ ત્રણેય ગુજરાતી ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ફરી એક વખત સ્થાન આપવામાં આવ્યું છે. હાલમાં તેને આરામ આપવામાં આવ્યો હતો પરંતુ ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે તેને દરેક મેચમાં સ્થાન આપવામાં આવશે. અત્યાર સુધી તે બોલીંગ અને બેટિંગ બંનેમાં ઘણો મહત્વપૂર્ણ રહી ચૂક્યો છે. તે કોઈ પણ સમયે ગેમ પલટો કરીને મેચ જીતાડવા માટે પણ જાણીતો છે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર અક્ષર પટેલને પણ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં સ્થાન આપવામાં આવ્યું છે. હાલમાં જ અફઘાનિસ્તાન સામે તેણે ઘાતક પ્રદર્શન કર્યું હતું. આ પહેલા અત્યાર સુધી તે ત્રણેય ફોર્મેટમાં તબાહી મચાવી ચૂક્યો છે. જેથી અક્ષર પટેલને પણ હાલમાં ટેસ્ટ સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે. તેના માટે આ એક સોનેરી તક ગણી શકાય છે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ પરત બોલાવવામાં આવ્યો છે. તે પણ હાલમાં આરામ કરતો જોવા મળ્યો હતો. તેને પણ હવે રમવાનું કહેવામાં આવ્યું છે. ભારતીય ટીમ ફરી એક વખત સિનિયર ખેલાડીઓથી ભરેલી જોવા મળશે. પાંચ મેચોની આ ટેસ્ટ સિરીઝ પૂર્ણ થયા બાદ આઇપીએલ 2024ની ભવ્ય શરૂઆત થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *