આ દિગ્ગજ ભારતીય ખેલાડીની કારકિર્દી સમાપ્ત! BCCIએ ટીમમાંથી OUT કરવાના આપ્યા સંકેત…

હાલમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમે પ્રથમ બંને મેચમાં વિજય મેળવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે મેચ જીતીને વ્હાઇટવોશ કરવા માગશે.

છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમમાં ઘણી ખળભળાટ મચી ગઇ છે. ભારતીય ટીમે તાજેતરમાં જ સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટેસ્ટ અને વન-ડે સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાર પછી પસંદગીકારોએ ટીમમાં સતત ફેરફારો કર્યા છે. ઘણા દિગ્ગજ ખેલાડીઓના પત્તા કાપવામાં આવ્યા છે. આ ઉપરાંત યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ ચાલી રહી છે આવી સ્થિતિમાં બીસીસીઆઇ દ્વારા એક ખરાબ સમાચાર સામે આપવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝુમી રહેલા આ ઘાતક ખેલાડીની કારકિર્દી ખતમ કરવાની ધમકી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઇશાંત શર્માની કારકિર્દી પૂરી થઇ શકે તેમ છે. સાઉથ આફ્રિકા સામે તાજેતરમાં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં એક પણ મેચમાં ઇશાંત શર્માએ તક આપવામાં આવી ન હતી. આ 36 વર્ષીય ખેલાડીની કારકિર્દી અંત તરફ આગળ વધી રહી છે. ટીમનો મુખ્ય બોલર ઇજાગ્રસ્ત થાય ત્યારે આ ખેલાડીને તક આપવામાં આવતી હતી. પરંતુ તેમાં પણ તે નિષ્ફળ પણ સાબિત થયો હતો.

ઇશાંત શર્મા હવે રણજી ટ્રોફીમાંથી બહાર થવાની તૈયારીમાં છે. રિદ્ધિમાન સાહાએ પહેલેથી જ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. છેલ્લા એક સપ્તાહથી ઇશાંત શર્માનો સંપર્ક થયો નથી. આ ઉપરાંત તે રણજી ટ્રોફીના પ્રેક્ટિસ સેશનમાં આવી રહ્યો નથી. ખબર નથી કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે. જો તે રમવા માંગે છે તો તેને ટીમમાં સામેલ કરવામાં આવશે નહિતર તેની કારકિર્દી ખતમ થઇ જશે.

ભારતીય ટીમમાં હાલમાં ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજની પસંદગી કરવામાં આવે છે. બુમરાહ-શમીની જોડી સુપરહિટ છે અને આ સમયે સિરાજની વાત કરીએ તો તે પણ છેલ્લા એક વર્ષમાં સારું પરફોર્મન્સ આપી રહ્યો છે. ત્યારબાદ ચોથા બોલર તરીકે શાર્દુલ ઠાકુર અને પાંચમાં બોલર તરીકે ઉમેશ યાદવને તક આપવામાં આવે છે. ઇશાંત શર્માનું સ્થાન ભારતીય ટીમમાં રહ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *