આ ખેલાડીને કારણે શિખર ધવનનું કરિયર થયું સમાપ્ત, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારતીય ટીમના વરિષ્ઠ ઓપનર શિખર ધવને પોતાના દમ પર ઘણી બધી મેચો જિતાડી છે. શિખર ધવન પોતાની ઘાતક બેટિંગ માટે જાણીતો છે. પરંતુ તે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેના બેટેથી રન નીકળી રહ્યા નથી. જેના કારણે તેને ભારતીય ટીમમાં સ્થાન મળી રહ્યું નથી. આવી સ્થિતિમાં ઘણા બધા યુવા ખેલાડીઓએ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

રોહિત શર્માની સાથે શિખર ધવનની ઓપનિંગ જોડી સુપર હિટ હતી. પરંતુ શિખર ધવનને છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં સ્થાન મળી રહ્યું નથી. તેનું સ્થાન ભારતીય ટીમના જ એક દિગ્ગજ ખેલાડીએ લઇ લીધું છે. આ ઉપરાંત આઇપીએલમાં સારું પ્રદર્શન કરનાર યુવાન ખેલાડીઓએ પણ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

શિખર ધવન છેલ્લા ઘણા સમયથી પોતાની લયમાં જોવા મળી રહ્યો નથી. તેથી તેનું કરિયર ખતરામાં પડી ગયું છે. શિખર ધવન છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. તેણે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 2018 માં રમી હતી. ત્યારબાદ ભારતીય ટીમના યુવા ખેલાડીઓએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. કેએલ રાહુલ અને શુભમન ગિલ જેવા યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

ટેસ્ટ ક્રિકેટ બાદ હવે વન-ડે અને ટી-20 ફોર્મેટમાંથી પણ શિખર ધવન ભારતીય ટીમમાંથી બહાર થઇ ચુક્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ તેને ટીમમાં સામેલ કરવામાં નહોતો આવ્યો. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે મયંક અગ્રવાલની પસંદગી કરવામાં આવી છે. મયંક અગ્રવાલે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં જબરદસ્ત પ્રદર્શન કરી પસંદગીકારોના દિલ જીતી લીધા છે.

મયંક અગ્રવાલ ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલી ઇનિંગમાં 150 ની જબરદસ્ત ઇનિંગ રમી હતી. જ્યારે બીજી ઇનિંગમાં 62 રનનું યોગદાન આપ્યું હતું. તેના આ ખતરનાક પ્રદર્શનને જોતાં તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે મયંક અગ્રવાલની પસંદગી થતા શિખર ધવનની વાપસી અશક્ય લાગી રહી છે.

શિખર ધવનની વાપસી હવે અશક્ય લાગી રહી છે કારણ કે સફેદ બોલ ક્રિકેટમાં રોહિત શર્માની સાથે કેએલ રાહુલ ની જોડી જબરદસ્ત લાગી રહી છે. કેએલ રાહુલે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં યુવા ખેલાડી મયંક અગ્રવાલ અને શુભમન ગિલે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. તેથી હવે ભારતીય ટીમમાં શિખર ધવનની વાપસી થવી મુશ્કેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *