આ ત્રણ ખેલાડીઓને કારણે ભારત વર્લ્ડ કપમાંથી થયું બહાર, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…
ટી 20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. ભારત પોતાની પહેલી બંને મેચો હારી ગયું હતું. ભારત પાકિસ્તાન સામે 10 વિકેટે અને ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે હારી ગયું હતું. ત્યારબાદ ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા હતા. જેના કારણે ભારત અફઘાનિસ્તાન સામે અને સ્કોટલેન્ડ સામે મેચ જીતવામાં સફળ રહ્યું હતું.
ભારત આજે નામિબિયા સામે ટકરાશે છે પરંતુ આ મેચ માત્ર હવે એક ઔપચારિકતા બનીને રહી ગઇ છે કારણકે ગઇકાલે મેચમાં ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને હરાવી ભારતીય ટીમના સેમિફાઇનલમાં પહોંચવાના દરવાજા બંધ કરી દીધા છે. હવે ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકશે નહીં કારણ કે જો નામિબિયા સામેની મેચ પણ ભારત જીતી જશે તો પણ ભારતના માત્ર 6 પોઇન્ટ થશે. જ્યારે સેમિફાઈનલમાં પહોંચવા માટે ભારતને 8 પોઇન્ટની જરૂર છે.
ટી 20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમના ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે કારણ કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ તો પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે તે ટી 20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દેશે અને ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પણ સમાપ્ત થવા જઇ રહ્યો છે. જેના કારણે ટીમ ઇન્ડિયાને એક નવો કોચ અને કેપ્ટન મળી રહેશે.
ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે અને હવે ટૂંક સમયમાં બીસીસીઆઇ ટીમ ઇન્ડિયાના નવા કેપ્ટનની પણ જાહેરાત કરી શકે છે કારણ કે ટી 20 વર્લ્ડકપ બાદ તરત જ ટીમ ઇન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટી 20 ઇન્ટરનેશનલ અને બે ટેસ્ટ મેચ રમવાની છે. ટી 20 વર્લ્ડકપમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું પરંતુ આ ત્રણ ખેલાડીઓને કારણે ભારતીય ટીમ ટીમ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે.
આઇપીએલ 2021 માં શાનદાર પ્રદર્શન કરવાને કારણે વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે વર્લ્ડ કપમાં એક પણ વિકેટ લઇ શકયો ન હતો અને તે ખૂબ જ મોંઘો સાબિત થયો હતો. પહેલી બંને મેચોમાં ટીમના એક માત્ર સ્પિનર વરૂણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેનું પ્રદર્શન પણ સાવ સાધારણ રહ્યું હતું.
ભુવનેશ્વર કુમાર વર્લ્ડકપમાં કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. તેને પણ વર્લ્ડ કપમાં એક પણ વિકેટ નહોતી મળી અને ખૂબ જ મોંઘો સાબિત થયો હતો. પહેલી બંને મેચોમાં તેનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. જેના કારણે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેના સ્થાને ટીમમાં શાર્દુલ ઠાકુરને સામેલ કરવામાં આવ્યો હતો.
હાર્દિક પંડ્યા ની વાત કરીએ તો તેણે સ્કોટલેન્ડ સામેની મેચમાં 35 રન બનાવ્યા હતા. આ સિવાય પહેલી ત્રણ મેચોમાં તેનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. પહેલી બંને મેચોમાં તો તેણે ખૂબ જ નબળું પ્રદર્શન કર્યું હતું. તેને ટીમમાં એક ફિનિશર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે પહેલી બંને મેચોમાં એક પણ સિક્સર નહોતી લગાવી જેને કારણે ભારતીય ટીમ મોટા સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. આ ત્રણેય ખેલાડીઓના ખરાબ પ્રદર્શનને કારણે ભારતીય ટીમ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઇ ગઇ છે.