રોહિતના કારણે કોહલીનો આ ખાસ ખેલાડી થયો ટીમ ઇન્ડિયામાંથી બહાર, ટૂંક સમયમાં લઇ શકે છે નિવૃત્તિ!
ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ પ્રવેશ કરવા માટે મહેનત કરતા હોય છે. ભારતીય ટીમમાં એન્ટ્રી મળ્યા બાદ પણ સ્થાન ટકાવી રાખવું તે ખૂબ અગત્યનું છે. ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી દર વર્ષે ઘણા સીતારાઓ મહેનત કરીને ભારતીય ટીમમાં પ્રવેશે છે. દરેક ખેલાડી પોતાના કરિયરની શરૂઆત શૂન્યથી કરતા હોય છે.
હાલમાં ભારતીય ટીમની સ્થિતિ જોઇએ તો ટી 20 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલીએ ટી 20 ફોર્મેટમાં કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. ત્યારબાદ ભારતના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી રોહિત વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન છે. આ ખેલાડીને ભારતના ત્રણેય ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમન માનવામાં આવે છે.
રોહિત શર્માએ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ કરીને ટીમને પાંચ ખિતાબ અપાવ્યા છે. આ ઉપરાંત તે બેટિંગમાં પણ જબરદસ્ત પરફોર્મન્સ કરે છે. તે વન-ડેમાં ત્રણ બેવડી સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. જયારથી રોહિત શર્માએ ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે ત્યારથી ઘણા એવા બેટ્સમેન છે જેમના પત્તા કપાઇ ગયા છે.
આજે એક એવા બેટ્સમેનની વાત કરીએ કે જે ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ટીમમાં ઓપનિંગ કરતો હતો. તમને જણાવી દઇએ કે આ ખેલાડી મુરલી વિજય છે. આ ખેલાડીને છેલ્લા કેટલાક સમયથી ટીમમાં જગ્યા આપવામાં આવતી નથી. મુરલી વિજયે તેની છેલ્લી મેચ 2018માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તે પછી મયંક અગ્રવાલ અને બાદમાં રોહિત શર્માએ તેનું પત્તું સંપૂર્ણપણે કાપી નાખ્યું છે.
મુરલી વિજયને વિરાટ કોહલીનો વિશ્વાસુ ખેલાડી માનવામાં આવે છે. મુરલી વિજયે ટેસ્ટ ક્રિકેટમાં 61 મેચ રમીને 3982 રન બનાવ્યા છે. આ દરમિયાન 12 સુધી ફટકારી છે. વન-ડે અને ટી 20 ઇન્ટરનેશનલમાં તેને વધારે મોકો મળ્યો નથી. આવા પ્રદર્શન છતાં પણ છેલ્લા ત્રણ વર્ષથી આ ખેલાડી ટીમ ઇન્ડિયામાંથી બહાર રહ્યો છે.
રોહિત શર્માના આવવાથી મુરલી વિજય ટીમમાંથી હંમેશા માટે બહાર થઇ ગયો છે. હાલમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે ટેસ્ટ સિરીઝ રમી રહી છે. રોહિત શર્મા ઇજાગ્રસ્ત હોવાથી તેના સ્થાને મયંક અગ્રવાલને તક આપવામાં આવી હતી. આ પરથી કહી શકાય કે મુરલી વિજય માટે ટેસ્ટ ફોર્મેટમાં સ્થાન મેળવવું અસંભવ છે.