રિષભ પંતના કારણે આ ખેલાડીનું ક્રિકેટ કરિયર સમાપ્ત થવાના આરે, જલ્દી લઇ શકે છે નિવૃત્તિ…
હાલમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે જવાની છે. બીસીસીઆઇએ સાઉથ આફ્રિકા સામેની ભારતીય ટીમની જાહેરાત પણ કરી દીધી છે. રોહિત શર્માને ટેસ્ટ સિરીઝ અને વનડે સિરીઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. યુવા ખેલાડીઓના કારણે ઘણા દિગ્ગજ ખેલાડીઓ ટીમમાંથી બહાર ગયા છે.
રિષભ પંત ટૂંક સમયમાં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યો છે. રિષભ પંત ત્રણેય ફોર્મેટમાં રમે છે. 24 વર્ષના આ ખેલાડીએ ભારતીય ટીમમાં પોતાનું કાયમી સ્થાન બનાવ્યું છે. રિષભ પંતના કારણે ઘણા ખેલાડીઓની કારકિર્દી ખતમ થઇ શકે છે. આજે એક એવા વિકેટકીપર ની વાત કરીએ કે જેની કારકિર્દી ખતમ થઇ શકે તેમ છે.
રિષભ પંતના કારણે રિદ્ધિમાન સાહાની કારકિર્દી ખતમ થવા તરફ છે. મહેન્દ્રસિંહ ધોની નિવૃત્તિ બાદ રિદ્ધિમાન સાહા ભારતીય ટીમમાં વિકેટકીપરની ભૂમિકા ભજવતો હતો. પરંતુ ત્યારબાદ રિષભ પંતની એન્ટ્રી થતાં તેણે પોતાનું સ્થાન ગુમાવ્યું છે. હવે રિદ્ધિમાન સાહાને ભારતીય ટીમમાં બેક થવું ઘણું મુશ્કેલ છે. હવે સાહા ત્યારે જ પરત આવશે જ્યારે પંત ઇજાના કારણે બહાર થશે.
તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં રિદ્ધિમાન સાહાને તક આપવામાં આવી હતી કારણકે રિષભ પંતને આરામ પર રાખવામાં આવ્યો હતો. રિદ્ધિમાન સાહાની ઉંમર 36 વર્ષ છે. આ ઉંમરમાં ઘણા ખેલાડીઓ ક્રિકેટને અલવિદા કહે છે. રિદ્ધિમાન સાહા પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે.
રિષભ પંત વર્તમાન સમયમાં સૌથી મજબૂત વિકેટકીપર ખેલાડી છે. કોઇપણ ફોર્મેટમાં રમતનો માર્ગ બદલીને મેચ જીતાડી શકે છે. ટૂંકા ફોર્મેટમાં થોડા સમયમાં વધારે રન કરીને મેન ઓફ ધ મેચ પણ બની ચૂક્યો છે. વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં જબરદસ્ત બેટિંગ કરીને જણાવ્યું હતું કે તે ટીમ માટે કેટલો મહત્વનો છે. આવી સ્થિતિમાં પંતને લાંબા સમય સુધી ટીમની બહાર રાખી શકાય નહીં.
ન્યૂઝીલેન્ડ સામે ઘરેલું સિરીઝમાં જીત્યા બાદ હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર જવાની છે. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત 26 ડિસેમ્બરથી થશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ત્રણ ટેસ્ટ અને ત્રણ વન-ડે મેચ રમાશે. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી જીત્યા બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર આક્રમણ કરશે.