રાહુલના કારણે આ ઘાતક ખેલાડીઓનું ક્રિકેટ કરિયર થયું સમાપ્ત, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 ફેબ્રુઆરીના રોજ ત્રણ મેચોની વન-ડે સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત પણ કરવામાં આવી છે. સાઉથ આફ્રિકા પ્રવાસમાં સતત હારનો સામનો કર્યા બાદ એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે ભારતીય ટીમ મેદાને ઉતરી શકે છે.

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. વિરાટ કોહલી કેપ્ટન પદેથી હટયા બાદ રોહિત શર્માને ટૂંકા ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત રોહિત શર્માની એન્ટ્રી થતાની સાથે જ ખરાબ પ્રદર્શન કરતાં ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ છેલ્લા ઘણા સમયથી ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ ખેલાડી પોતાની ઘાતક બેટિંગથી દુનિયાભરમાં શ્રેષ્ઠ ઓપનર ખેલાડી સાબિત થયો છે. આ ઉપરાંત ભારતીય ટીમમાંથી હાલમાં ખૂબ જ મજબૂત સ્થાન ધરાવે છે. આવી સ્થિતિમાં રાહુલના કારણે ઘણા દિગ્ગજ ખેલાડીઓની કારકિર્દી સમાપ્ત થવાના આરે છે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કોણ કોણ છે.

ભારતીય બેટ્સમેન મુરલી વિજય એક સમયે ટીમ ઈન્ડિયાનો નંબર વન ઓપનર હતો. પરંતુ ખરાબ ફોર્મના કારણે તેને ટીમમાંથી બહાર જવું પડ્યું હતું. છેલ્લાં ત્રણ વર્ષથી ભારતની ટેસ્ટ ટીમમાંથી બહાર રહ્યો છે. મુરલી વિજયે ભારતીય ટીમ માટે 61 ટેસ્ટ મેચોમાં 3982 રન બનાવ્યા છે. પરંતુ ખરાબ પ્રદર્શન બાદ તેના સ્થાને રાહુલે જગ્યા મેળવી છે. આવા કારણોસર મુરલી વિજયની કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે.

કેએલ રાહુલને ટેસ્ટ મેચમાં કાયમી સ્થાન મળવાને કારણે ભારતીય બેટ્સમેન પૃથ્વી શોની વાપસી થવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. પૃથ્વી શોએ ભારત માટે 5 ટેસ્ટ મેચમાં 339 રન બનાવ્યા છે, જેમાં એક સદી પણ સામેલ છે. આ ખેલાડી ભારતીય ટીમ માટે લાંબા સમય પછી સફળ સાબિત થઈ શકે તેમ છે. પરંતુ રાહુલના કારણે તેને ટીમમાં સ્થાન મળતું નથી. આ ખેલાડીને નાની ઉંમરમાં પોતાની કારકિર્દીનો અંત આવી હોય તેવું લાગી રહ્યું છે.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનની વાત કરીએ તો તેનું બેટ ઘણાં લાંબા સમયથી શાંત છે. તેની ગેરહાજરીમાં કેએલ રાહુલે શાનદાર ઇનિંગ્સ રમીને ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. તેને ઇંગ્લેન્ડ પ્રવાસમાં પસંદ કરવામાં આવ્યો ન હતો અને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પણ તેને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. આ પરથી કહી શકાય કે શિખર ધવનની કરિયર પર પાવર બ્રેક જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *