ફિટનેસના કારણે આ ગુજરાતી ખેલાડીનું પત્તું કપાશે, જાણો કોને મળશે ટીમમાં સ્થાન…

આઈપીએલ 2021 નું આયોજન યુએઈ ખાતે કરવામાં આવ્યું છે. જે 15 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ તરત જ આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 શરૂ થવા જઇ રહ્યો છે. તેને લઈને દેશે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ભારત 24 ઓકટોબરના રોજ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે.

ભારત અને પાકિસ્તાન આ વર્ષે પણ એક ગ્રુપમાં હોવાથી દર્શકોને બંને દેશો વચ્ચેનો જબરદસ્ત મુકાબલો જોવા મળે છે. ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારત પોતાના અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરથી પાકિસ્તાન સામે રમાનારી મેચથી કરશે. જે મેચ દુબઈમાં રમશે.

પાકિસ્તાન સામેની આ મેચ પહેલા ગુજરાતી ખેલાડી હાર્દિક પંડયાની ફિટનેસને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડીની પસંદગી ટી 20 વર્લ્ડકપ માટે કરવામાં આવી છે. પરંતુ હાર્દિક પંડ્યા આઈપીએલ 2021 માં કંઈ ખાસ ફોર્મ જોવા મળ્યો નથી. આ ઉપરાંત તેણે આખી સીઝનમાં બોલિંગ પણ કરી નથી.

હાર્દિક પંડ્યા હાલ કંઈ ખાસ ફોર્મમાં ચાલી રહ્યો નથી. તેને જોતા લાગી રહ્યું છે કે આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 માંથી તેનું પત્તું કપાશે. તમને જણાવી દઈએ કે, આઈસીસીના નિયમ મુજબ કોઈ પણ દેશ તેની ટીમમાં 15 ઓક્ટોબર સુધી ફેરફાર કરી શકે છે.

એવામાં હાર્દિક પંડયાની ફિટનેસને કારણે તેનું સ્થાન ટીમમાંથી જઈ શકે છે અને તેના સ્થાને ટીમમાં બીજા કોઈ ખેલાડીને તક આપવામાં આવી શકે છે. તમને એ પણ જણાવી દઈએ કે જો હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયામાંથી બહાર થશે તો તેના સ્થાને શાર્દુલ ઠાકુર અથવા તો દિપક ચાહરને ટીમમાં સ્થાન મળી શકે છે.

શાર્દુલ ઠાકુર અને દીપક ચાહરની પસંદગી ટી 20 વર્લ્ડકપમાં રિઝર્વ પ્લેયર તરીકે કરવામાં આવી છે. શાર્દુલ ઠાકુરને ભારત માટે જ્યારે પણ રમવાની તક મળી છે. ત્યારે તેણે સારું પ્રદર્શન કરી બતાવ્યું છે. ચાલુ વર્ષમાં શાર્દુલ ઠાકુરે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં બોલિંગ અને બેટિંગ કરી મહત્વનું યોગદાન આપ્યું હતું.

દીપક ચાહરની વાત કરીએ તો તેણે હાલમાં જ શ્રીલંકા પ્રવાસે વન-ડે મેચમાં અણનમ 69 રન બનાવી ટીમને જીત અપાવી હતી. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 5 વન-ડે અને 14 ટી 20 મેચ રમી છે. જેમાં વન-ડેમાં ચાહરે 6 અને ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં 20 વિકેટ પોતાના નામે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *