દ્રવિડનો ધડાકો! આ ઘાતક ખેલાડી ત્રીજી ટેસ્ટ મેચમાંથી થશે બહાર…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ રમાઇ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ભવ્ય વિજય મેળવ્યો હતો. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં આફ્રિકન ખેલાડીઓએ ભારતીય ટીમને હરાવી હતી. ત્યારબાદ હવે 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત થવાની છે.

બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ફિટ ન હોવાને કારણે મેચમાંથી બહાર રહ્યો હતો. તેના સ્થાને કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ફરીથી મેદાન પર જોવા મળે તેવી શક્યતા છે.

સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમો માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. ભારત અને આફ્રિકા અત્યારે 1-1થી બરાબર ચાલી રહી છે. ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચ જીતીને આ સિરીઝ પર કબજો કરવા પ્રયત્ન કરશે. ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ભારતના હેડ કોચ રાહુલ દ્રવિડે પોતાનું નિવેદન આપ્યું છે.

રાહુલ દ્રવિડે બીજી ટેસ્ટ મેચના અંતે કહ્યું હતું કે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સંપૂર્ણ રીતે ફીટ જોવા મળી રહ્યો નથી. બીજી ટેસ્ટ મેચ દરમિયાન હેમસ્ટ્રિંગના કારણે સમગ્ર મેચમાં માત્ર 15.5 ઓવર ફેંકી શક્યો હતો. ઇજાગ્રસ્ત થયો હોવા છતાં પણ તે બોલિંગ કરી રહ્યો હતો. પરંતુ ત્રીજી ટેસ્ટ મેચ ભારત માટે ખૂબ જ અગત્યની હોવાથી તે બહાર થઇ શકે છે.

આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં મોહમ્મદ સિરાજ કઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. આ ઉપરાંત આફ્રિકાની પિચો ફાસ્ટ બોલરો માટે અનુકૂળ છે, છતાં પણ તે સફળ રહ્યો નહીં. આવી સ્થિતિમાં ત્રીજી ટેસ્ટ મેચમાં તેના સ્થાને ઉમેશ યાદવને તક મળી શકે છે. ઉમેશ યાદવે ભારતીય ટીમ માટે ઘણી મેચો જિતાડી છે. તે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમ માટે રમે છે.

ભારતને બીજી ટેસ્ટ મેચમાં 7 વિકેટ હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ જીતી હોવાથી હવે બંને ટીમો બરાબર ચાલી રહી છે. ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાશે. ત્યાં આ સિરીઝનો નિર્ણય થશે. ભારતીય ટીમની નજર આ મેચ જીતીને સિરીઝ જીતવા પર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *