ગિલ કે ઐયર નહીં પરંતુ રાહુલ દ્રવિડે કહ્યું- આ કારણે એમને પ્રથમ ટેસ્ટમાં મળી હાર…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં ભારતને પ્રથમ મેચમાં 28 રને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જે બાદ ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે ઘણા બધા નિવેદનો આપ્યા છે. જેમાં તેણે કહ્યું કે કયા કારણે ભારતીય ટીમને પ્રથમ ટેસ્ટ મેચમાં હાર મળી છે અને બીજી ટેસ્ટ મેચમાં તે નવી રણનીતિ સાથે મેદાને જોવા મળશે.

સૌથી પહેલા ભારતીય ટીમના પ્રદર્શનની વાત કરવામાં આવે તો શુભમન ગીલ અને શ્રેયસ ઐયર કઈ ખાસ પ્રદર્શન કરી રહ્યા નથી. તે છેલ્લા ઘણા સમયથી સતત ફ્લોપ સાબિત થઈ રહ્યા છે. જેના કારણે આગામી મેચમાં તેને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. આ સિવાય કારમી હાર મળ્યા બાદ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે પણ એક મહત્વનું નિવેદન આપ્યું છે.

તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડના ઓલી પોપે ભારતીય સ્પિનરો સામે સ્વીપ, રિવર્સ સ્વીપ અને રિવર્સ સ્કૂપ જેવા શોટ ફટકારીને ઇંગ્લેન્ડનું ‘બેઝબોલ’ ક્રિકેટ ચાલુ રાખ્યું અને 196 રનની યાદગાર ઇનિંગ રમી છે. તે બેવડી સદી ફટકારવામાં ચૂકી ગયો હતો, પરંતુ તેની શાનદાર બેટિંગને કારણે ટીમે પ્રથમ દાવમાં 190 રનથી પાછળ પડી જવા છતાં યાદગાર વિજય નોંધાવ્યો છે.

પ્રથમ દાવમાં આટલી લીડ મેળવ્યા બાદ ભારત આ પહેલા માત્ર એક જ વખત હારી ગયું છે. ભારત પ્રથમ દાવમાં 192 રનથી પાછળ રહી ગયા બાદ 2015માં શ્રીલંકા દ્વારા હરાવ્યું હતું. રાહુલ દ્રવિડે કહ્યું, ‘અમારે બેઝબોલમાં સ્પર્ધા કરવી છે. મેં ચોક્કસપણે લાંબા સમયથી તે કેલિબરના બોલરો સામે સ્વીપ અને રિવર્સ સ્વીપ જોયા નથી. અમે પહેલા પણ ખેલાડીઓને આવા પ્રયાસો કરતા અને કેટલીક અસાધારણ ઇનિંગ્સ રમતા જોયા છે, પરંતુ આટલી ઓછી ભૂલો અને આટલી સફળતાપૂર્વક રમી શકવા માટે સક્ષમ બનવા માટે, મેં કદાચ આના જેવું જોયું નથી.

રાહુલ દ્રવિડે બોલરોની લય બગાડવા માટે નિયમિતપણે રિવર્સ સ્વીપ કરવા બદલ પોપની પ્રશંસા કરી હતી. રાહુલ દ્રવિડે કહ્યું, હા, ખાસ કરીને રિવર્સ સ્વીપ મને લાગે છે કે સ્વીપ એ એવી વસ્તુ છે જેનો આપણે ભૂતકાળમાં લોકો ઉપયોગ કરતા જોયા છે, પરંતુ આટલા લાંબા સમય સુધી સતત અને આટલી સફળતાપૂર્વક રિવર્સ સ્વીપ રમવામાં સમર્થ થવું એ અદ્ભુત છે, પોપને અભિનંદન.

રાહુલ દ્રવિડે આશા વ્યક્ત કરી કે સ્પિનરોએ વધુ સારું પ્રદર્શન કરવું પડશે. તેણે કહ્યું, અમે તેના પર કામ કરીશું અને અમે તેમાં વધુ સારું પરિણામ મેળવીશું કારણ કે અમારી પાસે કેટલાક વર્લ્ડ ક્લાસ સ્પિનરો છે. આ પહેલીવાર નથી જ્યારે અમને પડકાર મળ્યો હોય. અમારા સ્પિનરો વિશે એક સારી બાબત એ છે કે તેઓ હંમેશા બાઉન્સ બેક કરે છે, પરંતુ પોપે ખરેખર અસાધારણ ઇનિંગ્સ રમી અને જો કોઈ અસાધારણ કંઈક કરે તો અમે તેનો હાથ હલાવીને અભિનંદન આપીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *