ટેસ્ટ ટીમમાંથી બહાર થતાં આ દિગ્ગજ ખેલાડીનું છલકાયું દર્દ, દ્રવિડ અને ગાંગુલી પર લગાવ્યા આ મોટા આરોપ…

હાલમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાઇ હતી. જેમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને 3-0 થી હરાવીને જબરદસ્ત વિજય મેળવ્યો છે. આ સિરીઝ બાદ હવે 24 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી-20 સિરીઝ શરૂ થવાની છે. આ ઉપરાંત બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમાવાની છે.

તાજેતરમાં બીસીસીઆઇ દ્વારા શ્રીલંકા સામેની બંને સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઘણા યુવા ખેલાડીઓને આ બંને સિરીઝોમાં તક આપવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય ટીમના નવા ટેસ્ટ કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્મા તાજેતરમાં ભારતીય ટીમનો ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બન્યો છે.

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં ખરાબ પ્રદર્શન કરનાર ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. આ સિવાય આ દિગ્ગજ ખેલાડીને પણ શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેણે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડ પર મોટા આરોપો લગાવ્યા છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ભારતીય ટેસ્ટ ટીમના ખેલાડી રિદ્ધિમાન સાહાને શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જેથી તેણે દ્રવિડ અને ગાંગુલીને લઇને મહત્વ નિવેદન આપ્યું છે. જે મુજબ હવે પસંદગીમાં સાહાના નામની ચર્ચા કરવામાં આવશે નહીં. તેણે કહ્યું કે રાહુલ દ્રવિડની આગેવાની હેઠળની ટીમ મેનેજમેન્ટ હવે તેનું નામ પર ચર્ચા કરવા ઇચ્છતી નથી.

કાનપુરમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચનો ઉલ્લેખ કરતા સાહાએ કહ્યું કે, તેણે આ મેચમાં 60 રન બનાવ્યા હતા, પછી સૌરવ ગાંગુલીએ તેને અભિનંદન પાઠવ્યા અને તેણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી તે બીસીસીઆઇના ટોચના પદ પર છે ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂર નથી. આવું કહીને મારો આત્મવિશ્વાસ વધાર્યો હતો. પરંતુ અત્યારે હું સમજી શકું છું કે આટલી ઝડપથી આ બધું કેમ બદલાઇ રહ્યું છે.

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં રિદ્ધિમાન સાહા ઉપરાંત ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને પણ બહાર રાખવામાં આવ્યા છે. આ બધા ખેલાડીઓને રણજી ટ્રોફીમાં રમવા માટે જણાવવામાં આવ્યું છે. પરંતુ રિદ્ધિમાન સાહાએ તેમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચ્યું છે. આવી સ્થિતિમાં તેની પાસે નિવૃત્તિ લેવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *