આ ભારતીય ખેલાડી માટે ‘કરો યા મરો’ની સ્થિતિ! કરિયર બચાવવા માટે મહત્વની સીરીઝ…
ભારતીય ટીમે હાલમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચ જીતી છે. ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ પૂર્ણ થયા બાદ ત્રણ વન-ડે સિરીઝનો પ્રારંભ થશે. બીસીસીઆઇ દ્વારા 31 ડિસેમ્બરની સાંજે સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતનો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાને કારણે બહાર થયો હતો. આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં રોહિત શર્મા ગેરહાજર હોવાને કારણે કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.
આફ્રિકા સામેની વનડે સિરીઝમાં ઘણા લાંબા સમયથી બહાર રહેલા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. આફ્રિકા સામેની વન-ડે સિરીઝ આ ભારતીય ખેલાડી માટે છેલ્લી સિરીઝ સાબિત થઇ શકે છે. પસંદગીકારોએ આ ખેલાડીને છેલ્લી વખત પોતાની કારકિર્દીને બચાવવાનો એક મોકો આપ્યો છે. તો ચાલો જાણીએ એ ખેલાડી કોણ છે.
ભારતના મજબૂત ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને તેના ખરાબ ફોર્મના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નજર અંદાજ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ હાલમાં આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં તેની પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરમાં શિખર ધવનને મજબુત ઓપનિંગ ખેલાડી ગણવામાં આવે છે. ભૂતકાળમાં ભારત માટે આ ખેલાડી મેચવિનર સાબિત થતો હતો.
શ્રીલંકા પ્રવાસ દરમિયાન શિખર ધવનને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ તે દરમિયાન નિષ્ફળ રહ્યો હતો. ત્યાર પછી ધવનની ઇન્ટરનેશનલ કરીયર હંમેશાં ખતમ થઇ રહ્યું હોય તેવું લાગતું હતું. શિખર ધવને ભારત માટે 145 વન-ડે મેચોમાં 6105 રન બનાવ્યા છે, જેમાં 17 સદી અને 33 અડધી સદી પોતાના નામે કરી છે.
36 વર્ષીય શિખર ધવનને પોતાના અનુભવને ધ્યાનમાં રાખીને આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં તક આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમમાં શિખર ધવન ગબ્બરના નામે જાણીતો છે. આ સિરીઝમાં સારું પ્રદર્શન નહીં કરે તો તેની કારકિર્દી ખતમ થઇ જશે. શિખર ધવન માટે કરો યા મરો જેવી સ્થિતિ હાલમાં ચાલી રહી છે.