ધોનીનું ટેન્શન વધ્યું, ટીમ ઇન્ડિયા બાદ IPLમાંથી પણ બહાર થયો આ સિનિયર ખેલાડી…

હાલમાં ચેન્નાઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઇપીએલ 2023ની 17મી મેચ રમાઇ રહી છે. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ ચેન્નાઇની ટીમ ફરી એક વખત શાનદાર ફોર્મમાં જોવા મળી છે. આ સિઝનની પ્રથમ મેચમાં તેઓને હાર મળી હતી પરંતુ બાકીની બંને મેચોમાં જીત મળી હતી. હાલમાં રાજસ્થાન સામે પણ જબરદસ્ત પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

આઇપીએલમાં ખેલાડીઓની ઇજાને કારણે ઘણી ટીમોને ઘણું નુકસાન થઇ ચૂક્યું છે. ઘણા ખેલાડીઓ આઇપીએલ માંથી પણ બહાર થઇ ચૂક્યા છે. ટીમોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે. તાજેતરમાં પણ આવો જ એક અન્ય કિસ્સો સામે આવ્યો છે. ચેન્નાઇ સુપરકિંગ્સ માટે હાલમાં ખરાબ સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઇનો આ સિનિયર ખેલાડી હાલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર ચેન્નાઇનો આ સ્ટાર ખેલાડી ઇજાને કારણે લાંબા સમય સુધી બહાર રહી શકે છે. છેલ્લી મેચમાં મુંબઇ સામે તેને ગંભીર ઇજા થઇ હતી. ત્યારબાદ અત્યાર સુધી તે મેડીકલ ટીમ હેઠળ સારવાર લેતો જોવા મળ્યો હતો. હજુ પણ તે રમી શકે તેવી હાલતમાં નથી. રાજસ્થાન સામે પણ તેને સ્થાન મળ્યું નથી. તો ચાલો જાણીએ આ સ્ટાર સિનિયર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય સ્ટાર બોલર દિપક ચહર મુંબઇ સામેની મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાને કારણે તે ફક્ત એક ઓવર ફેંકીને બહાર ગયો હતો. મેડિકલ સ્કેન બાદ જાણવા મળ્યું છે કે તેની ઇજા ખૂબ જ ગંભીર છે. તે આગામી ઘણી મેચોમાં જોવા મળશે નહીં. આઇપીએલ 2023 માંથી બહાર પણ થઇ શકે છે. આ પહેલા ટીમ ઇન્ડિયા માંથી પણ ઇજાને કારણે બહાર થયો હતો.

દિપક ચહર હાલમાં ચેન્નાઇની ટીમ માટે મુખ્ય બોલિંગની જવાબદારી નિભાવી રહ્યો હતો પરંતુ હવે ઇજાને કારણે તે રમી શકશે નહીં. મહેન્દ્રસિંહ ધોની અને ચેન્નાઇ સુપરકિંગ્સના ચાહકો માટે ખરાબ અને મોટા સમાચાર ગણી શકાય છે. ચેન્નાઇની બોલીંગ લાઇન ફરી એક વખત નબળી જોવા મળી શકે છે. એક તરફ ધોની સતત મજબૂત બનાવી રહ્યો છે તો બીજી તરફ ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.

દિપક ચહરની જેમ અત્યાર સુધી ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા છે અને બહાર પણ થયા છે. તેઓ માટે આ સિઝન નિષ્ફળ રહી હોય તેવું કહી શકાય છે. આગામી સમયમાં ખેલાડીઓની ફિટનેસ બાબતે કડક નિર્ણયો પણ લેવામાં આવી શકે છે. આઇપીએલમાંથી ઘણા ખેલાડીઓ સારુ પ્રદર્શન કરીને ઘણી નામના મેળવી રહ્યા છે. તેઓ માટે પણ કરિયર બનાવવાની આ સારી તક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *