બે હેટ્રીક લેનાર ધોનીનો આ ખાસ ખેલાડી ચેન્નઇ સુપરકિંગ્સ સાથે જોડાશે…

આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ મળીને 10 ટીમો લીગમાં ભાગ લેશે. મેગા ઓક્શન પહેલા આઠ ટીમોએ પોતાના રીટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે. આઇપીએલ પહેલા મેગા ઓક્શન જાન્યુઆરી 2022 માં યોજાશે. તમામ ટીમો પોતાની પસંદગી અનુસાર ખેલાડીઓ ખરીદશે.

ચેન્નઇ સુપરકિંગ્સની વાત કરીએ તો તેણે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. ટીમના અન્ય ખેલાડીઓને મુક્ત કર્યા છે. ચેન્નઇ સુપરકિંગ્સે ચાર ખેલાડીઓમાં પ્રથમ રીટેન્શન રવિન્દ્ર જાડેજાને આપ્યું છે. ત્યારબાદ મહેન્દ્રસિંહ ધોની, ઋતુરાજ ગાયકવાડ અને મોઇન અલી એમ ટોટલ 4 ખેલાડીઓને રિટેન કર્યા છે. મેગા ઓક્શનમાં ચેન્નઇ સુપરકિંગ્સ ઘણા જુના ખેલાડીઓને ખરીદવા પ્રયત્ન કરશે.

મેગા ઓક્શન રસપ્રદ રહેશે કેમ કે તમામ ટીમો નવેસરથી પોતાના ખેલાડીઓ પસંદ કરશે. ચેન્નઇ સુપરકિંગ્સ અને મહેન્દ્રસિંહ ધોનીની નજર એક એવા બોલર પણ છે કે જે છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે પરંતુ તેના રેકોર્ડના આધારે પોતાની ટીમમાં સમાવેશ કરવા ઇચ્છે છે. તો ચાલો આ ખેલાડી વિશે જાણીએ.

તમને જણાવી દઇએ કે આ ખેલાડી કુલદીપ યાદવ છે. કુલદીપ યાદવ એક એવો બોલર છે કે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે હેટ્રીક લેનાર પ્રથમ બોલર બન્યો છે. તે વનડે ફોર્મેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારા ખેલાડીઓમાંનો એક ખેલાડી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે સિડનીના મેદાનમાં ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લીધી હતી. આ બોલરને મહેન્દ્રસિંહ ધોની ચેન્નઇ સુપરકિંગ્સમાં લેવા ઇચ્છે છે.

કુલદીપ યાદવ એક શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડી છે. કુલદીપ યાદવ ઇજાને કારણે બહાર થયા પછી ટીમમાં સ્થાન મળ્યું નથી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન કુલદીપ યાદવે જણાવ્યું હતું કે ધોનીની નિવૃત્તિ બાદ મને કોઇ સારો માર્ગદર્શક મળ્યો નથી. ધોની સાથે રહીને તેની પાસેથી કુલદીપ યાદવ ઘણું બધું શીખ્યો હતો. પરંતુ જો તેને ચેન્નઇ સુપરકિંગ્સમાં સામેલ કરવામાં આવે તો તે ફરી એક વખત ધોનીના માર્ગદર્શન હેઠળ ધૂમ મચાવી શકે છે.

કુલદીપ યાદવને કોલકત્તા નાઇટ રાઇડર્સે રીટેન કર્યો નથી. આવી સ્થિતિમાં ચેન્નઇ સુપરકિંગ્સ કુલદીપ યાદવને મેગા ઓકશનમાં ખરીદવા પ્રયત્ન કરશે. જો આમ થશે તો કુલદીપ યાદવની સ્પિનનો જાદુ ફરીથી જોવા મળી શકશે અને ટૂંક સમયમાં જ તે ફરીથી ભારત માટે રમતા જોવા મળશે. ઇજાને કારણે તે IPL 2021 ના બીજા તબક્કામાં ભાગ લઇ શક્યો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *