આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ધોનીનો આ ખાસ ખેલાડી લેશે વિરાટ કોહલીનું સ્થાન…

તાજેતરમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવ્યા બાદ સાઉથ આફ્રિકા પ્રવાસે જવાની છે. સાઉથ આફ્રિકા પ્રવાસ 26 ડિસેમ્બરના રોજ શરૂ થશે. ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમાશે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની પસંદગી થઇ ચૂકી છે અને વનડે સિરીઝ માટે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમ માટે ખૂબ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમનો ઓપનિંગ ખેલાડી રોહિત શર્મા પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજાગ્રત થયો હતો. ગંભીર ઇજાને કારણે તે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. મળતી માહિતી મુજબ વિરાટ કોહલી વન-ડે સિરીઝ દરમિયાન વેકેશન પર રહેવાનો છે. બંને ખેલાડીઓએ ભારતીય ટીમ મેનેજમેન્ટની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

જો વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ નહીં રમે તો તેના સ્થાને કોઇ અન્ય ખેલાડી નંબર ત્રણ પર ઉતરશે. હાલમાં તેના સ્થાને સૌથી મોટો દાવેદાર ખેલાડી ઋતુરાજ ગાયકવાડ છે. ઋતુરાજ ગાયકવાડે ડોમેસ્ટિક ક્રિકેટમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. પાંચ મેચમાં ચાર સદી ફટકારનારો આ ખેલાડી સાઉથ આફ્રિકા પ્રવાસ સામેની વન-ડે સિરીઝમાં નંબર ત્રણ પર ઉતરીને ભારતીય ટીમ માટે સફળ સાબિત થઇ શકે છે.

ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમતો આ ખેલાડી ધોનીનો ખાસ ખેલાડી માનવામાં આવે છે. ઋતુરાજ ગાયકવાડ તેની કારકિર્દીનો શ્રેષ્ઠ પાયો નાખી રહ્યો છે. ગાયકવાડ લાંબા સમય સુધી રમી શકે છે. વિજય હજારે ટ્રોફીમાં છેલ્લી મેચમાં ચંદીગઢ સામે 168 રન બનાવ્યા હતા. આપેલા તેણે 136, 154 અને 124 રન બનાવીને સદીની હેટ્રીક ફટકારી હતી. આ ખેલાડી વિરાટ કોહલીના સ્થાને જબરદસ્ત પ્રદર્શન કરી શકે છે.

ઋતુરાજ ગાયકવાડે આઇપીએલ 2021 માં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આઇપીએલ 2021માં તેણે 16 મેચોમાં 636 રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત તેની લાંબી સિક્સર મારવાની કળાથી સૌ વાકેફ છે. આઇપીએલ 2021 માં ઋતુરાજ ગાયકવાડે પોતાના દમ પર ચેન્નઇ સુપરકિંગ્સને ફાઇનલ જીતાડી હતી.

મહારાષ્ટ્રના કેપ્ટન બનતાની સાથે જ ઋતુરાજ ગાયકવાડે અનોખા રેકોર્ડ બનાવ્યા છે. એકવાર લયમાં આવ્યા પછી કોઇપણ બોલિંગ ઓર્ડરને આ ખેલાડી તોડી શકે છે. આ ખેલાડી મેચ પલટો કરવાની તાકાત ધરાવે છે. સાઉથ આફ્રિકા પ્રવાસમાં વન-ડે સિરીઝમાં વિરાટ કોહલી નહીં રમે તો તેના સ્થાને નંબર ત્રણ પર ઋતુરાજ ગાયકવાડને સ્થાન મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *