ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ધોની ઉતરશે તેનું સૌથી મોટું હથિયાર…
ટી 20 વર્લ્ડ કપ 2021 માં 24 ઓકટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલી મેચમાં આટલી મોટી હારથી ભારતીય ટીમનું સંતુલન બગડી ગયું છે. ટીમ કોમ્બિનેશનને લઇને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે કારણકે પાકિસ્તાન સામેની મેચમાં સૌથી વધુ 57 રન વિરાટ કોહલીએ બનાવ્યા હતા. આ સિવાય તમામ ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. તે પછી બેટિંગ હોય કે બોલિંગ હોય.
પાકિસ્તાન સામેની મેચ ની વાત કરીએ તો હાર્દિક પંડ્યા, સૂર્ય કુમાર યાદવ, ભુવનેશ્વર કુમાર અને વરૂણ ચક્રવર્તીનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. આ તમામ ખેલાડીઓ પર લટકતી તલવાર છે. ભારતીય ટીમ માટે ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. તેથી ભારતીય ટીમ કોઇ પણ પ્રકારનો ચાન્સ લેશે નહીં.
ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ખરાબ ફોર્મમાં ચાલી રહેલા તમામ ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાંથી બહાર થશે તે વાત નક્કી છે કારણ કે ભારતીય ટીમ માટે આ મેચ ખૂબ જ મહત્વની છે. જો ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની મેચ હારી જશે તો સેમિફાઇનલની રેસમાંથી લગભગ બહાર થઇ જશે.
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં મહેન્દ્રસિંહ ધોની તેનું સૌથી મોટું હથિયાર શાર્દુલ ઠાકુરને મેદાનમાં ઉતારી શકે છે. શાર્દુલ ઠાકુર એક મેચવિનર ખેલાડી છે. તે માત્ર એક ઓવરમાં મેચને પલટી નાખવાની ક્ષમતા ધરાવે છે. આ કારનામું તેણે આઇપીએલ 2021 ની ફાઇનલ મેચમાં કરી બતાવ્યું હતું. જ્યારે તેણે એક જ ઓવરમાં બે વિકેટ લઇને મેચ પલટી નાખી હતી.
તમને જણાવી દઈએ કે જ્યારે આઇપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઇ સુપરકિંગ્સ અને ભારતીય ટીમ ફસાયેલી હોય છે તેવા સમયે શાર્દુલ ઠાકુરે ઘણી વખત ઉત્તમ પ્રદર્શન કરી બતાવ્યું છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી તે ભારતીય ટીમ સાથે જોડાયેલા છે અને સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે પોતાને સાબિત કર્યો છે. તેથી મહેન્દ્રસિંહ ધોની તેને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં મેદાનમાં ઉતારશે.