ધોની રમશે મોટી ચાલ, હાર્દિકને હરાવવા માટે આ ઘાતક ખેલાડીને પ્રથમ મેચમાં જ આપશે ટીમમાં સ્થાન…

આઇપીએલ 2023ની પ્રથમ મેચ આવતીકાલે સાંજે 7:30 કલાકે અમદાવાદ ખાતે ગુજરાત અને ચેન્નાઇ વચ્ચે રમાવાની છે. બંને ટીમો હાલમાં મેદાન પર પ્રેક્ટિસ કરતી જોવા મળી છે. પ્રથમ મેચમાં જ મોટી ટક્કર જોવા મળી શકે છે. આ વખતે હરાજી માંથી બંને ટીમોએ ઘણા મજબૂત ખેલાડીઓને ખરીદી પણ કરી છે. પ્રથમ મેચમાં જ જીત મેળવવા માટે બંને ટીમો દબાણ બનાવવાના પ્રયત્નો કરશે.

ચેન્નાઇ સુપરકિંગ્સની વાત કરીએ તો ગઇ સિઝન તેઓ માટે ખરાબ રહી હતી. તેઓને શરૂઆતની મેચોમાં જ મુશ્કેલીઓ થઇ હતી પરંતુ આ વખતે મજબૂત ખેલાડીઓની ખરીદી કરવામાં આવી છે. મહેન્દ્રસિંહ ધોની પ્રથમ મેચમાં જ મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાને જોવા મળશે. હાર્દિકને હરાવવા માટે તે પ્રથમ મેચમાં આ સ્ટાર ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપી શકે છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર ધોની પ્રથમ મેચમાં જ આ સ્ટાર ખેલાડીને મેદાને ઉતારશે. તે અત્યાર સુધી બોલિંગ અને બેટિંગ બંનેમાં ઘણું સારું પ્રદર્શન કરી ચૂક્યો છે. આઇપીએલના ઇતિહાસમાં તે ઘણા મોટા રેકોર્ડ પણ બનાવી ચૂક્યો છે. આ વખતે ચેન્નાઇની ટીમમાં તે સામેલ થયો છે. તે જબરદસ્ત પ્રદર્શન કરી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ સ્ટાર રાઉન્ડર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ધોની પ્રથમ મેચમાં જ બેન સ્ટોક્સને સ્થાન આપશે. અત્યાર સુધી ભારતની ધરતી પર તેણે ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ઇંગ્લેન્ડ માટે પણ તેણે ઇન્ટરનેશનલ કરિયરમાં ઘણા રન બનાવ્યા છે. આ ઉપરાંત ઘણી વિકેટ પણ લીધી છે. એક ઓલ રાઉન્ડર તરીકે જાડેજા અને મોઇન અલીની સાથે તે ઘણું સારું પ્રદર્શન કરી શકે છે અને ટીમને મોટી જીત પણ અપાવી શકે છે.

બેન સ્ટોક્સ અત્યાર સુધી આઇપીએલ ઘણી ટીમો તરફથી રમી ચૂક્યો છે. આ વખતે ચેન્નાઇની ટીમે મોટી બોલી લગાવીને તેને ખરીદ્યો છે. તે પ્રથમ મેચમાં જ ઘાતક પ્રદર્શન કરી શકે છે. આ સિઝન માટે ઘણો મહત્વનો સાબિત થશે. ચેન્નાઇની ટીમ ફરી એક વખત મજબૂત સ્થિતિમાં જોવા મળી છે. જેથી તે આ વખતે પોઇન્ટ ટેબલમાં ટોપ ક્રમ પર પણ જોવા મળી શકે છે. આ એક મોટા સમાચાર ગણી શકાય છે.

હાર્દિક અને ધોની વચ્ચે આવતીકાલે મોટી ટક્કર જોવા મળી શકે છે. ઓપનિંગ મેચમાં જ ઘણા મોટા રેકોર્ડ પણ બની શકે છે. બંને ટીમો હાલમાં મેદાન પર પ્રેક્ટિસ કરતી જોવા મળી છે. આ સિઝન ઘણા યુવા ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તેઓ સારું પ્રદર્શન કરીને પોતાના દેશને ટીમમાં વાપસી કરી શકે છે. આગામી વનડે વર્લ્ડ કપ પહેલા દરેક ખેલાડીઓ આઇપીએલમાં સારું પ્રદર્શન કરવા પ્રયત્ન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *