જાડેજા ટીમમાં રહે તે માટે ધોનીએ આપ્યું આ મોટું બલિદાન…

મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીઓએ પોતાના રિટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દીધા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સની વાત કરવામાં આવે તો તેમણે રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ ધોની, મોઇન અલી અને રુતુરાજ ગાયકવાડને રિટેન કર્યા છે.

તમને જણાવી દઇએ કે રવિન્દ્ર જાડેજા ચેન્નઇ સુપરકિંગ્સની પહેલી પસંદ છે. રવિન્દ્ર જાડેજાને ધોની કરતા પણ વધારે રૂપિયા આપીને ફ્રેન્ચાઇઝીએ રિટેન કર્યો છે. ધોનીએ પહેલેથી જ સીએસકે મેનેજમેન્ટને કહી દીધું હતું કે ટીમ તેના પર વધુ નાણાં ખર્ચીને તેને રિટેન ના કરે. ધોની ઇચ્છતો હતો કે કોઇ અન્ય ખેલાડીને મહત્ત્વ અપાય.

ચેન્નઇ સુપરકિંગ્સ દ્વારા જ્યારે રિટેન કરેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું ત્યારે તેમાં કંઇક એવું જ નજરે પડયું હતું. ધોની બીજા નંબર પર રિટેન થનાર ખેલાડી બન્યો હતો જ્યારે પહેલા નંબર પર સીએસકેએ રવીન્દ્ર જાડેજાને રિટેન કર્યો હતો. એટલે કે ધોનીએ કહ્યું હતું એવું જ કંઈક થયું.

ચેન્નઇ સુપરકિંગ્સે રવિન્દ્ર જાડેજાને 16 કરોડ જેટલી મોટી રકમ આપીને રિટેન કર્યો છે. જ્યારે મહેન્દ્રસિંહ ધોનીને માત્ર 12 કરોડ રૂપિયા આપીને રિટેન કર્યો છે. આ ઉપરાંત મોઇન અલીને 8 કરોડ અને રુતુરાજ ગાયકવાડને 6 કરોડ રૂપિયા આપીને ફ્રેન્ચાઇઝીએ રિટેન કર્યા છે.

રવીન્દ્ર જાડેજા ટીમમાં રહે તે માટે ધોનીએ મોટો ત્યાગ કર્યો છે. તેણે પોતાનું વેતન ઘટાડીને ઓછી સેલેરીમાં ટીમ સાથે જોડાઇ રહેવાનો નિર્ણય કર્યો. પહેલા નંબરના ખેલાડી તરીકે ચેન્નઇ સુપરકિંગ્સે જાડેજાને 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. જ્યારે ધોનીને 12 કરોડ રૂપિયા આપીને રિટેન કર્યો છે. તમને જણાવી દઇએ કે, ગત આઇપીએલ સિઝનમાં ધોનીની સેલેરી 15 કરોડ રૂપિયા હતી એટલે કે 2022ની સિઝનમાં માહીને 3 કરોડ રૂપિયા ઓછા મળશે.

આના પરથી સ્પષ્ટ થાય છે કે તે શા માટે એક મહાન કેપ્ટન છે. તે જાણે છે કે તેની ઉંમર હવે વધી રહી છે અને આ કદાચ તેની છેલ્લી આઇપીએલ હશે. તેથી તે નવા કેપ્ટન તરીકે જાડેજાને તૈયાર કરવા માંગે છે. આ જ કારણે ધોનીએ પોતાના કરતાં જાડેજાને વધુ મહત્ત્વ અપાવ્યું છે. બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજીએ ધોનીની આ દરિયાદિલી અંગે કહ્યું કે, ”ધોનીએ ખુદ જાડેજાને નંબર વન રિટેન ખેલાડી બનાવવાનો નિર્ણય કર્યો હતો. તે જાણે છે કે ટીમને શું જોઇએ છે. તે હંમેશાં અમારો કેપ્ટન જ રહેશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *